January 16, 2025

હોળીના રંગોના કારણે ચહેરા પર આવેલી લાલાશને આ રીતે કરો દૂર

Post Holi Care: આજે રંગોના તહેવાર ધુળેટીની સમગ્ર દેશ અને રાજ્યમાં ઉજવણી થઈ રહી છે. તમે પણ તમારા સંબંધિઓ અને મિત્રો સાથે ખુબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હશે. આજે તો તમે રંગોથી ખુબ જ રમી લીધું હશે, પરંતુ તમારી ત્વચા અને વાળને આ રંગોએ ખુબ જ નુકસાન પહોંચાડ્યું હશે. આ નુકસાનને ઓછું કરવા માટે તમે હોળી પાર્ટીની ઉજવણી બાદ કેટલાક ઘરેલું નુસ્ખાઓનો ઉપયોગ કરી શકો છો. જે તમારી ચહેરા પર પડેલા લાલશને ઘટાડશે. આ ઉપરાંત તમારા ચહેરામાં આવેલી ડ્રાઈનેશને ઓછી કરશે.

નાળિયેર તેલ અથવા દેશી ઘી
રંગ દૂર કર્યા બાદ તમારા ચહેરાને નારિયેળ તેલ અથવા દેશી ઘીથી મસાજ કરો. જે તમને ફોલ્લીઓ અને તેના કારણે થતી બળતરાથી ઘણી હદ સુધી રાહત આપશે. આ ઉપરાંત તમારી ત્વચાને હાઇડ્રેટ કરશે.

એલોવેરા
મોટાભાગના લોકો એલોવેરાને ત્વચા માટે ફાયદાકારક ઘણે છે. જો રંગ દૂર કર્યા પછી ત્વચા પર ખંજવાળ અથવા લાલાશ હોય તો તમે તાજી એલોવેરા જેલ લગાવો. જેનાથી ત્વચાની ખંજવાળમાંથી તાત્કાલિક રાહત મળશે અને લાલાશ પણ ઓછી થશે.

આ પણ વાંચો: રાતે સુતા પહેલા કરો આ સરળ કામ, તમારા વાળ અને સ્કિન રહેશે ચમકદાર

દહીં અને ચણાના લોટ
રંગ દૂર કર્યા પછી જો તમને ત્વચા પર બળતરા થાય છે તો ચણાનો લોટ, દહીં અને એલોવેરા જેલની સ્મૂધ પેસ્ટ બનાવીને તેને ચહેરા પર લગાવો. થોડી વાર રહેવા દો અને જ્યારે 75 થી 80 ટકા સુકાઈ જાય ત્યારે ચહેરાને સાદા પાણીથી સાફ કરો. જેના કારણે ત્વચાની લાલાશ અને બળતરા ઓછી થશે અને ચહેરા પર રહેલો રંગ પણ દૂર થશે.