December 21, 2024

IPL 2024: અય્યરે કોને આપી ‘ફ્લાઈંગ કિસ’? વીડિયો વાયરલ

IPL 2024: KKRએ IPL 2024ની 10મી લીગમાં શાનદાર જીત પ્રાપ્ત કરી છે. આ મેચમાં વેંકટેશ અય્યરે મિડલ ઓર્ડરમાં મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. આ સમયે અય્યરે સ્ટેડિયમમાં બેઠેલી એક મહિલાને તેણે ફ્લાઈંગ કિસ આપી હતી.

ધમાકેદાર શરૂઆત
કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2024માં જોરદાર શરૂઆત કરી હતી. જેના કારણે પ્રથમ બે મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં કોલકાતા નાઈટ રાઈડર્સે બીજું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. ગઈ કાલની મેચમાં વેંકટેશ અય્યરે KKR માટે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. તેણે કાલની મેચમાં 30 બોલમાં 50 રન બનાવ્યા હતા. આ સમયે તેણે વિનિંગ ઇનિંગ્સનો શ્રેય પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલી તેની ખાસ કોઈ લેડીને આપ્યો હતો. તેણે તેને ફ્લાઈંગ કિસ કરી હતી. સિક્સર માર્યા પછી જ્યારે તેણે ભીડ તરફ જોઈને ફ્લાઈંગ કિસ કરી હતી. ત્યાર બાદ લોકોને સમજાયું કે આ ખાસ ફ્લાઈંગ કિસ તેણે કોના માટે કરી હતી.

ફ્લાઈંગ કિસ આપી
વેંકટેશ અય્યરે KKRની ઈનિંગ્સની 15મી ઓવરમાં અડધી સદી ફટકારી હતી. ત્યાર બાદ તેણે લોંગ ઓન સિક્સર ફટકારી હતી. આવું કરતાની સાથે જ તેણે ઓડિયન્સ ગેલેરીમાંથી જોતા જ ફ્લાઈંગ કિસ આપી હતી. મેચ પુરી થતા તેને પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેની મંગેતર શ્રુતિ રઘુનાથન સ્ટેડિયમમાં બેઠી હતી. જેના કારણે મેચ વિનિંગ ઇનિંગ્સનો શ્રેય તેણે તેની મંગેતર શ્રુતિને આપ્યો હતો.

આ પણ વાંચો:  IPL 2024: સનરાઈઝર્સ હૈદરાબાદની વધી મુશ્કેલી!

શ્રુતિ સાથે સગાઈ
વેંકટેશ અય્યરે નવેમ્બર 2023માં શ્રુતિ રઘુનાથન સાથે સગાઈ કરી હતી. તેણે તેની માહિતી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. સગાઈ સમયે વેંકટેશે કુર્તો પહેર્યો હતો. શ્રુતિએ લીલી રંગની સાડી પહેરી હતી. શ્રુતિએ લીલા રંગની સાડી પહેરી હતી. તેણી સાડીમાં ખુબ સુંદર લાગી રહી હતી. એક માહિતી અનુસાર તેની મંગેતર ફેશન ડિઝાઇનર છે. શ્રુતિએ PSG કોલેજ ઓફ આર્ટ એન્ડ સાયન્સમાંથી B.Com નો અભ્યાસ કરેલો છે.