December 23, 2024

ગૌતમ ગંભીરથી લઈને યુવરાજ સિંહ સુધી આ રીતે ઉજવ્યો સ્વતંત્રતા દિવસ

Sports Stars celebrated Independence Day: ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રોહિત શર્માએ સ્વતંત્રતા દિવસની ઉજવણી પોતપોતાની ખાસ શૈલીમાં કરી હતી. આ તમામે પોતાના સોશિયલ મીડિયા પર તિરંગા સાથે તસવીર શેર કરી હતી. ભારતના 78મા સ્વતંત્રતા દિવસના અવસર પર સ્પોર્ટ્સ સ્ટાર્સ પર દેશના ખાસ દિવસ પર ઉજવણી કરી રહ્યા છે. આવો કેવી રીતે કરી આ દિગ્ગજ ખેલાડીઓએ સ્વતંત્રતા દિવસની ઉજવણી.

ખાસ દિવસે દેશવાસીઓને શુભેચ્છા
સચિન તેંડુલકરથી લઈને વિરાટ કોહલી સુધી, ટીમ ઈન્ડિયાના ODI અને ટેસ્ટ કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય ગૌતમ ગંભીરે પણ આ ખાસ દિવસે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. પોતાના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ફોટો પણ શેર કર્યા હતા. ટીમ ઈન્ડિયાના ODI અને ટેસ્ટ કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય ગૌતમ ગંભીરે પણ આ ખાસ દિવસે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

આ પણ વાંચો: અંગ્રેજો સામે અવાજ ઉઠાવનાર પ્રથમ ક્રાંતિકારી મહિલાની હિંમતની ગાથા

નાનકડી વીડિયો ક્લિપ શેર કરી
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહે એક નાનકડી વીડિયો ક્લિપ શેર કરી અને લખ્યું, ‘તિરંગા નીચે ઊભું રહેવું મારા માટે હંમેશા ગર્વની વાત રહી છે. સૌને સ્વતંત્રતાની શુભકામનાઓ. ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને તેની પત્ની, બાળકો સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવતો ફોટો શેર કર્યો છે. BCCI સેક્રેટરી જય શાહે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘જેમ આપણે 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીએ છીએ, ત્યારે ચાલો આપણે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનનું સન્માન કરીએ.