ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી, ભારતીય ટીમના હેડ કોચે ફરિયાદ દાખલ કરી

Gautam Gambhir: ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેને આ ધમકી ISIS કાશ્મીર તરફથી મળી છે. ગંભીરે આ મામલે 23 એપ્રિલે દિલ્હી પોલીસમાં FIR નોંધાવી છે. તેમણે પોતાના પરિવાર માટે સુરક્ષાની પણ માંગ કરી છે.

પહલગામ હુમલા બાદ ગંભીરને મળી જાનથી મારી નાખવાની ધમકી
ગૌતમ ગંભીર હાલના દિવસોમાં IPLને કારણે ટીમ ઈન્ડિયાથી બ્રેક પર છે. તાજેતરમાં જ તે પોતાના પરિવાર સાથે યુરોપના પ્રવાસે પણ ગયા હતા. પરંતુ પહલગામ હુમલાના એક દિવસ પછી જ તેમને મળેલી જાનથી મારી નાખવાની ધમકીએ બધાને હચમચાવી દીધા છે.

IPL પછી ઇંગ્લેન્ડ પ્રવાસ
આઈપીએલ પછી ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે. તે પ્રવાસથી ગૌતમ ગંભીર ફરીથી પોતાની જવાબદારીઓ નિભાવતા જોવા મળશે. IPL 2025 ની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયાએ ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. જોકે, ટીમ ઈન્ડિયા WTC ફાઇનલ માટે ક્વોલિફાય થવાથી ચૂકી ગઈ.

ગૌતમ ગંભીરનું ‘મિશન ઇંગ્લેન્ડ’
ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ઇંગ્લેન્ડ પ્રવાસ પર 5 ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. આ શ્રેણી જૂન અને ઓગસ્ટ વચ્ચે યોજાશે. ગંભીરનું ધ્યાન ફક્ત ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઇન્ડિયાને તૈયાર કરવા અને તેને જીતવા પર જ નહીં, પરંતુ આમ કરતી વખતે તેણે નવા WTC ટેબલમાં પોતાનું સ્થાન પણ સુધારવું પડશે.

આ પણ વાંચો: પાકિસ્તાનના રક્ષામંત્રી ગભરાયા, કહ્યું- ભારત સર્જિકલ સ્ટ્રાઈક જેવું કોઈ બેજવાબદાર પગલું ન ભરે

ગૌતમ ગંભીરનો ટીમ ઈન્ડિયા સાથે મુખ્ય કોચ તરીકેનો કરાર 2027 ના ODI વર્લ્ડ કપ સુધીનો છે. ગંભીરે તેમના કોચિંગ હેઠળ એક ICC ટાઇટલ જીત્યું છે.  ભવિષ્યમાં તેની જીતવાની વધુ તકો છે.