રોહિત અને ગંભીર વચ્ચે સંબંધો કેવા છે? ખુદ ગૌતમે આપ્યો જવાબ

Gautam Gambhir on Virat Kohli: ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથેના પોતાના સંબંધો વિશે વાત કરી છે. એક મીડિયા સાથેની વાતમાં ગૌતમ ગંભીરે આ વિશેની ચર્ચા કરતા લોકોને કરારો જવાબ આપ્યો છે. ગૌતમ ગંભીરે કહ્યું કે જેમના પોતાના ઘર કાચના બનેલા છે તેમણે બીજાના ઘર પર પથ્થર ફેંકતા પહેલા 10 વાર વિચારવું જોઈએ.જે લોકો સવાલ કરે છે તે લોકો એવું માને છે કે ભારતીય ક્રિકેટ તેમની પારિવારિક સંપત્તિ છે. ગૌતમ ગંભીરે રોહિત વિશે શું કહ્યું આવો જાણીએ.

આ પણ વાંચો: BSNLનો આ પ્લાન છે સૌથી સસ્તો, મળશે 80 દિવસ સુધી આ લાભ

ગૌતમ ગંભીરે રોહિત વિશે કહી આ વાત
છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચા છે કે રોહિત અને ગંભીર વચ્ચે કંઈ થીક ચાલી રહ્યું નથી. ગંભીરે એક મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે પ્રથમ, હું પૂછવા માંગુ છું કે આવા પ્રશ્નો પૂછનારા લોકો કોણ છે? આ ફક્ત સોશિયલ મીડિયા અને યુટ્યુબ ચેનલો ચલાવતા લોકો દ્વારા જ કહેવામાં આવે છે જેથી તેમનો ટીઆરપી વધે છે. જો આપણે ચેમ્પિયન્સ ટ્રોફી ન જીતી હોત તો લોકો કેવા પ્રકારના સવાલો આપણને કરત. ગંભીરે ગુસ્સો કર્યો હતો અને કહ્યું કે ભારતીય ટીમના કોચ અને કેપ્ટને બે મહિના પહેલા સાથે મળીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી, છતાં આવા પ્રશ્નો પૂછવા યોગ્ય નથી.”રોહિત શર્માએ ભારતીય ક્રિકેટ માટે જે કર્યું છે તેના માટે મને ખૂબ આદર છે.