January 22, 2025

સતત હારથી નિરાશ ગૌતમ ગંભીર માતાજીના દર્શન કરવા પહોંચ્યા

Gautam Gambhir Kalighat Temple: ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર કોલકાતાના કાલીઘાટ મંદિર પહોંચ્યા હતા. ગંભીરે જ્યારથી ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી છે ત્યારથી ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન કંઈ ખાસ જોવા મળ્યું નથી.

આ પણ વાંચો: ગૌતમ અદાણીની મહાકુંભ યાત્રા, ભંડારામાં જાતે જ ભોજન બનાવી લોકોને પીરસ્યું

માતા દેવીના દર્શને પહોંચ્યો ગંભીર
પાંચ મેચની T20 સિરીઝ કાલથી શરૂ થવાની છે. આ પહેલા ગંભીર દેવી માના દર્શન કરવા પહોંચ્યા છે. ગંભીરના કોલકાતાના કાલીઘાટ મંદિર પહોંચ્યા છે જેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કોલકાતાના કાલીઘાટ મંદિરમાં ગંભીર માતાના આશીર્વાદ લેતો જોવા મળે છે. મહત્વની વાત એ છે કે ટીમ ઈન્ડિયાની સત્તા જ્યારથી ગંભીરે સંભાળી છે ત્યારથી ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન કંઈ ખાસ જોવા મળી રહ્યું નથી.