December 22, 2024

KKR vs PBKS: ગૌતમ ગંભીરનો અમ્પાયર સાથેનો વીડિયો થયો વાયરલ

IPL 2024: પંજાબ કિંગ્સ અને કોલકાતા વચ્ચે ગઈ કાલે મેચ હતી. ઈડન ગાર્ડન્સના મેદાન પર ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ જોવા મળ્યો હતો. આ વચ્ચે ગઈ કાલની મેચનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો થયો વાયરલ
કોલકાતાને પંજાબ કિંગ્સે KKRને 8 વિકેટે હરાવ્યું હતું. આ વચ્ચે ગૌતમ ગંભીરનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક રન પછી અમ્પાયર સાથે ઉગ્ર દલીલ કરતા જોવા મળ્યો હતો. અમ્પાયરના નિર્ણયથી ગૌતમ ગંભીર નાખુશ જોવા મળી રહ્યો હતો. મેચમાં કેકેઆરના માર્ગદર્શક ગૌતમ ગંભીરે એક રન ખાતર અમ્પાયર સાથે ઝઘડો કરતો જોવા મળ્યો હતો. રાહુલ ચહરે 14મી ઓવરનો છેલ્લો બોલ ઓફ સ્ટમ્પની બહાર ફેંક્યો હતો. આ સમયે આન્દ્રે રસેલે જોરદાર શોટ માર્યો હતો. પરંતુ બોલ સીધો ફિલ્ડર આશુતોષ પાસે ગયો હતો. આશુતોષે આ સમયે તરત જ બોલ વિકેટકીપર જીતેશ શર્માના હાથમાં ફેંકી દીધો હતો. આ દરમિયાન રસેલ અને વેંકટેશ અય્યરે એક રન લીધો હતો.

આ પણ વાંચો: પંજાબ કિંગ્સે થોડા દિવસોમાં SRH ટીમનો મોટો રેકોર્ડ તોડ્યો

આ નિર્ણયથી નાખુશ
આ સમયે અમ્પાયરે આ બોલને ડેડ બોલ જાહેર કરી દીધો હતો. જેના કારણે KKR આ રન મેળવી શક્યું નથી. વીડિયોમાં જોઈ શકાય છે કે આ નિર્ણય બાદ ગૌતમ ગંભીર અમ્પાયરથી ખુબ નારાજ જોવા મળી રહ્યા છે. મેચ દરમિયાન જ ચોથા અમ્પાયર સાથે ઉગ્ર દલીલ કરી હતી. અમ્પાયર સાથે ઉગ્ર દલીલબાજી છતાં નિર્ણય બદલાયો ન હતો અને KKR આ એક રન પણ મેળવી શક્યું ન હતું. KKRનો આખો કેમ્પ આ નિર્ણયથી નાખુશ જણાતો હતો.