December 23, 2024

ગૌતમ ગંભીર બન્યા ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ, જય શાહે કરી જાહેરાત

Gautam Gambhir Appointed new head coach: ભારતીય ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરને નવી જવાબદારી મળી છે. તે ભારતીય ટીમના મુખ્ય કોચ બની ગયા છે. નોંધનીય છે કે અગાઉ રાહુલ દ્રવિડ હેડ કોચ તરીકે હતા. નવા મુખ્ય કોચ તરીકે ગંભીરની નિમણૂકની જાહેરાત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહ દ્વારા કરવામાં આવી છે.

નોંધનીય છે કે, ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 બાદ સમાપ્ત થઈ ગયો છે. દ્રવિડે T20 વર્લ્ડ કપ 2021 બાદ મુખ્ય કોચનું પદ સંભાળ્યું હતું. જો કે તેમનો કાર્યકાળ માત્ર ODI વર્લ્ડ કપ 2023 સુધીનો હતો, પરંતુ BCCIએ તેને લંબાવી દીધો હતો.

દ્રવિડનો કાર્યકાળ પૂરો થવાના સમાચારની સાથે જ ગૌતમ ગંભીરના મુખ્ય કોચ બનવાના સમાચારો પણ વહેતા થયા હતા. હવે જય શાહે આને મંજૂરી આપી છે. હાલમાં ભારતીય ટીમ શુભમન ગીલની કેપ્ટનશીપમાં ઝિમ્બાબ્વે પ્રવાસ પર છે. આ પછી તે શ્રીલંકા પ્રવાસ પર જશે. જ્યાં ગંભીર ચાર્જ સંભાળશે.