ગૌતમ અદાણીને ‘આફતમાં મળ્યો અવસર’, ઈઝરાયલને આપી રહ્યા છે ડ્રોન
અમદાવાદ: કોરોનાકાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આફતમાં અવસરનો મંત્ર આપ્યો હતો. હવે આ મંત્રને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અપનાવી રહ્યા છે. ઈઝરાયલ અને હમાસની વચ્ચે ચાલી રહેલા ગાજા યુદ્ધના સમયે તેઓ ડ્રોન્સનો કારોબાર કરી રહ્યા છે. તેઓ ભારતમાંથી મોટી માત્રામાં ડ્રોન એક્સપોર્ટ કરી રહ્યા છે. મહત્વનું છે કે હૈદરાબાદની એક ડ્રોન બનાવવા વાળી કંપની અદાણી-એલબિટ એડવાન્સ સિસ્ટમ ઈન્ડિયા લિમિટેડે ઈઝરાયલની સેના માટે 20 ડ્રોન મોકલ્યા છે. આ કંપની અદાણી ગ્રુપની માલિકીની છે. જેમાં ઈઝરાયલની એલબિટી સિસ્ટમ્સની ભાગીદારી છે. અદાણી ગ્રુપ રક્ષા ક્ષેત્રમાં મોટા પાયે કામ કરી રહ્યા છે. તેમની એક અલગ કંપની અદાણી ડિફેન્સ પણ છે.
આ પણ વાંચોઃ અમરેલી લોકસભા બેઠકનું ગણિત, જાણો કેટલો વિકાસ થયો
ઈઝરાયલમાં મોકલાયા 900 ડ્રોન
ઈઝરાયલ-ગાજા યુદ્ધની વચ્ચે અદાણી ગ્રુપની કંપનીએ હર્મિસ 900 ડ્રોન્સ ઈઝરાયલના એક્સપોર્ટ કર્યા છે. આ ડ્રોનને ‘દષ્ટિ 10’ નામ આપવામાં આવ્યું છે. આ ડ્રોનનો ઉપયોગ સર્વિલાન્સની સાથે સાથે હવાઈ હુમાલા માટે પણ કરવામાં આવ્યો છે. કેટલાક દિવસો પહેલા અદાલી ગ્રુપે ગાજામાં તૈનાતી માટે ઈઝરાયલ જોનના એક્સપોર્ટ કરવામાં આવ્યું છે. તો ફેબ્રૂઆરીમાં જણાવવામાં આવ્યું કે અદાણી એડવાન્સ સિસ્ટમ્સ ઈન્ડિયા લિમિડેટ હર્મિસ ડ્રોન જેવા જ ડ્રોન બનાવી રહી છે. તેનો ઉપયોગ ઈઝરાયલની સેના કરી રહી છે.
ઈઝરાયલમાં અદાણી ગ્રુપનું રોકાણ
અદાણી ગ્રુપ અને એલબિચના જોઈન્ટ વેન્ચર ઉપરાંત ગૌતમ અદાણીએ ઈઝરાયલમાં મોટું રોકાણ કર્યું છે. અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી પોર્ટ્સ એન્ડ એસઈજેડ ઈઝરાયલમાં હાઈકા પોર્ટને ડેવલપ કરી રહ્યું છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ઉપસ્થિતિમાં આ ડીલ કરવામાં આવી હતી.