Gariaband: 300 જવાનોએ નક્સલવાદીઓ ઘેરી લીધા, એન્કાઉન્ટરમાં 3 નક્સલવાદીઓ ઠાર
Naxal Encounter in Gariaband: છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લાના નક્સલ પ્રભાવિત સોરનામલ જંગલમાં એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 3 નક્સલવાદીઓને ઠાર કર્યાં છે. ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ની ટીમે નક્સલવાદીઓને ચારે બાજુથી ઘેરી લીધા હતા. આ નક્સલી ઓપરેશનમાં છત્તીસગઢ-ઓડિશાના લગભગ 300 સૈનિકો સ્થળ પર હાજર હતા. ઘટનાસ્થળેથી મૃતદેહો અને ઓટોમેટિક હથિયારો મળી આવ્યા છે. ગારિયાબંધ એસપી નિખિલ રાખેચાએ એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે.
Security forces in an #Encounter with Naxalites in Gariaband #Chhattisgarh, eliminated 3 Naxalites k!lled so far.#NaxalFreeBharat #ViralVideo #DeepikaPadukone #ViratKohli𓃵 #IndianCricketTeam #HMPV #TejRan #KiaraAdvani pic.twitter.com/Ve7270jUpA
— ARMED FORCES (@ArmedForces_IND) January 3, 2025
છત્તીસગઢ અને ઓડિશાની સરહદે આવેલા સોરનામલ જંગલમાં સુરક્ષા દળોએ ચારેય બાજુથી નક્સલવાદીઓને ઘેરી લીધા હતા. જેના કારણે નક્સલવાદીઓ ભાગી શક્યા ન હતા. માર્યા ગયેલા નક્સલવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે. કહેવાય છે કે આ નક્સલવાદીઓ બસ્તરથી ભાગીને ગરિયાબંદમાં પ્રવેશ્યા હતા. નક્સલી એન્કાઉન્ટર બાદ પોલીસનું સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. સુરક્ષા દળનું કહેવું છે કે નક્સલવાદી ઓપરેશન વિસ્તારમાં નક્સલવાદી કેસોને નિયંત્રિત કરવામાં મદદ કરશે.