December 17, 2024

અમદાવાદના સોલામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ, એકની ધરપકડ, એક ફરાર

મિહિર સોની, અમદાવાદ: સોલા વિસ્તારમાં સગીરા પર બે શખ્સોએ દુષ્કર્મ આચર્યુ હતું. સગીરાની તબિયત બગડતા તેને સારવાર માટે લઇ જવાઇ હતી. ત્યારે સગીરા ગર્ભવતી હોવાનું ખુલતા તેની સાથે સામૂહિક દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું. સોલા પોલીસે બે આરોપીઓ સામે ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

સોલામાં એક સગીરાને બે યુવકો સામૂહિક દુષ્કર્મ આચરી હોવાની ધટના સામે આવી છે. જેમાં જીગર ઠાકોર નામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ત્યારે ઘટના ની વાત કરીએ તો મુળ રાજસ્થાનની 14 વર્ષની સગીરા ધો. 10માં અભ્યાસ કરે છે. તાજેતરમાં સગીરાને અશક્તિની સાથે બેચેની જેવુ લાગતુ હતુ અને પેટમાં દુખાવો થતો હતો. જેથી તેના માતા પિતા તેને સોલા સિવિલ લઇ ગયા હતા. ત્યાં ડોક્ટરે તપાસ કરતા સગીરાને ગર્ભ હોવાનું સામે આવ્યુ હતું. ડોક્ટરની આ વાત સાંભળતા જ માતા પિતાના પગ નીચેથી ધરતી ખસી ગઇ હતી. જો કે બાદમાં સગીરાની પૂછપરછ કરતા તેણે સોલા ગામમાં રહેતા એક શખ્સ સાથે બે ત્રણ વર્ષથી સંબંધ હોવાની કબૂલાત કરી હતી. આરોપીએ સોલામાં આવેલી પ્રાથમિક શાળા પાસે સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં આરોપીએ તેના સાગરિતને બોલાવીને સામુહીક બળાત્કાર ગુજાર્યો હતો. જેથી આ મામલે પોલીસને જાણ કરાતા સોલા પોલીસે બે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી અને જેમાં એક આરોપી ની ધરપકડ કરી છે.

પકડાયેલ આરોપી જીગર ઠાકોર ની ધરપકડ કરી પૂછપરછ કરતા કબૂલાત કરી છે કે સગીરા સાથે તેને અને ફરાર આરોપી ભાવેશ ઠાકોર એ સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું છે. જોકે સગીરા ને ભાવેશ ઠાકોર સાથે મિત્રતા હતી અને તેને સોલા પ્રાથમિક શાળા નજીક સગીરાને બોલાવી ને તેની સાથે બન્ને એ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ તપાસ કરતા અગાઉ પણ ફરાર આરોપી ભાવેશ એ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. સોલા પોલીસે વોન્ટેડ આરોપી ભાવેશ ની શોધખોળ શરૂ કરી છે. ત્યારે સગીરા ને મેડિકલ કરાવી આ ગર્ભ કોનો છે જેને લઇ વધુ તપાસ શરૂ કરી છે.