May 19, 2024

Gandhinagar: સીએમ ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષતામાં મળશે બેઠક

ગાંધીનગર:  આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. જેમા રાજ્યની વર્તમાન પરિસ્થિતિને લઇને અનેક ચર્ચાઓ કરવામાં આવશે. આ સિવાય અંબાજી પરિક્રમામાં MLA – મંત્રીઓના પ્રવાસને લઈ ચર્ચા કરવામાં આવશે. તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. જે અંતર્ગત બેઠકમાં ચર્ચા કરાશે. ઉલ્લેખનીય છે કે તમામ મંત્રીઓ તેમજ MLAના દિલ્હી પ્રવાસને લઇને પણ ચર્ચા કરવામાં આવશે.

નોંધનીય છે કે, આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 22 અને 23 ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેને પગલે હાલ ચાલી રહેલા વિધાનસભા બજેટ સત્રની બેઠકો રદ કરવામાં આવી છે. આ અંગે ચર્ચામાં કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પાંચ દિવસનો પરિક્રમા મહોત્સવ અને નવમો પાટોત્સવ ચાલી રહ્યો છે. દેશ-વિદેશમાંથી માઈભક્તો અંબાજી અને ગબ્બર ખાતે દર્શન કરવા પહોંચી રહ્યા છે, ત્યારે આ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં 15મી ફેબ્રુઆરીએ ભાજપ-કોંગ્રેસના તમામ ધારાસભ્યો મા અંબાનાં દર્શન કરવા જશે. અંબાજી જતાં પહેલાં સવારે બજેટસત્રની બેઠક મળશે. અંબાજી માતાનાં દર્શનનું આયોજન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા કરવામાં આવ્યું છે. ધારાસભ્યો માટે 4 વોલ્વો બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર પીએમ મોદી ઉત્તરર ગુજરાતના વિસનગર નજીક આવેલા તરભ-વાળીનાથ મંદિરના શિવાલયના સ્થાપના સમારોહ માટે હાજર રહેશે. જ્યારે ભાજપની રાષ્ટ્રીય પરિષદમાં હાજરી આપવા સીએમ ભૂપેન્દ્ર પટેલ, બીજેપીના અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજજ ધારાસભ્યો અને સાંસદો સહિત 700 જેટલા નેતાઓ આગામી 17 અને 18 ફેબ્રુઆરીએ દિલ્હી જશે.