December 18, 2024

સ્માર્ટ વીજ મીટરને લઈને ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, જાણો શું કહ્યું

મલ્હાર વોરા, ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં સ્માર્ટ વીજ મીટરને લઈને પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારે આજે એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે સ્માર્ટ મીટર સાથે વધુ એક જૂનું મીટર પણ લગાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. જો કે, સ્માર્ટ મીટરમાં આવતું વીજ બિલ અને જૂના મીટરમાં આવતું વીજ બંનેની કમ્પેર કરવામાં આવશે અને અરજદારોને સ્માર્ટ મીટર અંતર્ગત જાગૃતિ આવે તેવો પ્રયાસ કરવામાં આવશે.

છેલ્લા કેટલાક દિવસોથી સ્માર્ટ મીટરને લઈને અરજદારો દ્વારા ભારે વિરોધ કરવામાં આવતો હતો. ત્યારે વિરોધની વચ્ચે રાજ્ય સરકારના ઉર્જા વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે સ્માર્ટ મીટર સાથે સુનામી લગાવવાનો નિર્ણય કર્યો છે, જેમાં અરજદારોની ગેરસમજ દૂર કરવામાં આવશે. સ્માર્ટ મીટરની સાથે વધુ એક મીટર લગાવવાના નિર્ણયથી બંને મીટરની કમ્પેર કરવામાં આવશે. જેથી અરજદારોને ખ્યાલ આવશે કે સ્માર્ટ મીટર લગાવવાથી વધુ બિલ આવતું નથી.

આ પણ વાંચોઃ હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ ગરમીથી રાહત નહીં મળે

રાજ્યમાં વડોદરા, રાજકોટ અને ગાંધીનગરના દહેગામમાં સ્માર્ટ મીટરનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે કે, સ્માર્ટ મીટરમાં વિચાર બાબતે કોઈપણ જાતની સૂચના અને સમજ વીજ મીટર બેસાડનારા આવનારા કર્મચારીઓ દ્વારા આપવામાં આવી નથી. સ્માર્ટ વીજ મીટરમાં રિચાર્જ માટે એન્ડ્રોઇડ મોબાઈલ ફોન અત્યંત જરૂરી છે. પરંતુ જેમની પાસે આવો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન ન હોય તેવા કનેક્શન ભારતને રીચાર્જ બાબતે ભારે આ લાઠીનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચોઃ હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ ગરમીથી રાહત નહીં મળે

આ ઉપરાંત સ્માર્ટ મીટરમાં ત્રણથી ચાર ગણું વીજ બિલ આવતું હોવાની પણ અરજદારો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. જેથી સરકાર પણ હવે અરજદારોને સ્માર્ટ વીજ મીટર વિશે સંપૂર્ણ માહિતી મળી રહે તે પ્રકારના અભિયાન આગામી દિવસોમાં હાથ ધરશે. હાલ પ્રાથમિક તબક્કે સ્માર્ટ મીટર સાથે જૂનું મીટર પણ જોડાણ કરવામાં આવશે. જેથી અરજદારને ખ્યાલ આવે કે, તેઓ બે માસમાં કેટલો વીજનો વપરાશ કરે છે તેનો ખ્યાલ આવશે.