ગાંધીનગર સેક્ટર-4માં પતંગ મામલે બબાલ, હોસ્ટેલના છોકરા-મહિલા સામસામે
ગાંધીનગરઃ સેક્ટર 4માં પતંગ પકડવા બાબતે માથાકૂટ થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. હોસ્ટેલના છોકરાએ અને હોસ્ટેલની બાજુમાં રહેતા મહિલા વચ્ચે બબાલ થઈ હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે.
હોસ્ટેલના છોકરાને પાસે રહેતી મહિલાએ પતંગ પકડવા બાબતે ઠપકો આપ્યો હતો અને ત્યારબાદ અભદ્ર ભાષા સહિત ગાળાગાળી કરી હતી. ત્યારે મહિલાએ પણ હોસ્ટેલના છોકરાઓને ગાળો આપતા મામલો વકર્યો હતો. હોસ્ટેલના છોકરાએ મહિલા અને તેના પુત્રને મારા માર્યો હોવાની ઘટના સામે આવી છે.
આ સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસે મધ્યસ્થી કરીને સમગ્ર મામલો થાળે પાડ્યો છે.