સરગાસણમાં ડબલ મર્ડર કેસ, પુત્ર-પત્નીની હત્યા કરી પતિનો નસ કાપી આત્મહત્યાનો પ્રયાસ

ગાંધીનગરઃ જિલ્લાના સરગાસણ ખાતે ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. જેમાં પતિએ પહેલા પોતાના પુત્રનું માથું ફોડીને પત્નીને ગળે દુપટ્ટો બાંધીને હત્યા કરી નાંખી છે. ત્યારબાદ પતિએ પોતાના હાથની નસ કાપી દીધી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસ પ્રમાણે, મૃતદેહ પાસેથી સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં શેરબજારમાં દેવું થવાને કારણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. પતિએ હાથની નસ કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. પરંતુ હાલ પતિને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.