January 24, 2025

ગાંધીનગરમાં 100થી વધુ કાર્યકરોને પાટીલે ભાજપને ખેસ પહેરાવ્યો

100થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયાં

ગાંધીનગરઃ એકબાજુ લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે પક્ષપલટાની સિઝન પણ ચાલુ થઈ ગઈ છે. તેને કારણે રાજકીય પક્ષોમાં ગરમાવો જોવા મળ્યો છે.

ગાંધીનગર દક્ષિણ વિધાનસભાનો દિવાળી સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ અને તેમના પરિવારને શુભેચ્છા પાઠવી હતી. આ અંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે એક્સ પોસ્ટ કરી અને ફોટા શેર કર્યા હતા.

તેમણે સોશિયલ મીડિયામાં લખ્યુ હતુ કે, ‘ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ નક્કી કરેલા સંકલ્પને પૂર્ણ કરવા હંમેશા સફળ પ્રયાસો કરતા હોય છે. આજે ગાંધીનગર દક્ષિણ વિધાનસભાનો દીવાળી સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ અને એમનાં પરિવારને શુભેચ્છાઓ પાઠવી. બુથને વધુ મજબૂત બનાવવા કાર્યકર્તાશ્રીઓને અપીલ કરી અને એ માટે માર્ગદર્શન પાઠવ્યું. ગાંધીનગર વોર્ડ નંબર 11નાં 100થી વધુ કાર્યકર્તાઓને ભાજપાનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા.’