December 23, 2024

રિક્ષાચાલકની ગજબ મોડેસ ઓપરેન્ડી, ગાંધીનગર પોલીસે છટકું ગોઠવી ઝડપી પાડ્યો

gandhinagar police arrested accused for rickshaw chori seized total 9 lakhs

ગાંધીનગરઃ શહેરમાં વધતા ચોરીના બનાવને પગલે પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી હતી. ત્યારે આ મામલે પોલીસે ટીમ બનાવી કામગીરી હાથ ધરી હતી. જેમાં ગાંધીનગર શહેરમાં વાહન ચોરીના બનેલા બનાવની જગ્યાએ જઈ તપાસ કરી હતી. ત્યારબાદ કમાન્ડ કંટ્રોલ નેત્રમના માધ્યમથી ચોરીમાં ગયેલા વાહનો બાબતે ગાંધીનગર શહેરમાં પ્રવેશતા માર્ગોનું ટેક્નિકલ સોર્સથી એનાલિસિસ કરવામાં કાર્યરત કર્યા હતા. ત્યારે પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્યારબાદ પોલીસની ટીમે એએસઆઈ અંકુશ દિલિપરાવ, ભરતસિંહ લક્ષ્મણસિંહ, વિનોદકુમાર જોરૂભાઈ, હેડ કોન્સ્ટેબલ અશ્વિનસિંહ કાનાજી, પોલીસ કોન્સ્ટેબલ કુલદિપસિંહ નરેન્દ્રસિંહે ચોક્કમ બાતમીને આધારે કામગીરી હાથ ધરી હતી. જેમાં ચોરી થયેલી રીક્ષા ગાંધીનગર આરટીઓ પાસે ઘ રોડ પરથી પસાર થવાની માહિતી મળી હતી. તેને આધારે નાકાબંધી ગોઠવી રિક્ષાચાલકને પકડી પાડવા માટે કવાયત હાથ ધરી હતી. ત્યારે બાતમીને આધારે કાર્યવાહી કરી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ અંબાલાલની મોટી આગાહી, આવતીકાલથી રાજ્યમાં ગરમી વધવાની શક્યતા

આ મામલે પોલીસે સંદિપસિંહ ઉર્ફે લાલો ગોપાલસિંહ ઝાલાની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી 8 સીએનજી રિક્ષાસ હિત કાળા કલર તથા વાદળી કલરના બે ઇલેક્ટ્રીક વાયરના ટુકડા મળી કુલ 9.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પકડાયેલો આરોપી છૂટક રિક્ષા ડ્રાઇવિંગ કરતો હતો. તે ચાવી વગર સ્ટેરિંગ નીચે આવેલા સોકેટ ખોલીને વાયરો જોડી ચાલુ કરવામાં માહિર હતો. આરોપી સોજીત્રાથી બસમાં મુસાફરી કરી રીક્ષા ચોરી કરવા માટે ગાંધીનગર, અસલાલી તેમજ નડિયાદ જતો હતો. તે પોતાની પાસે રિક્ષા ચાલુ કરવા માટે વાયરના ટુકડા પણ રાખતો હતો. રિક્ષા પર નજર રાખી ડ્રાઇવરની ગેરહાજરીમાં વાયર વડે રિક્ષા ચાલુ કરી ઘરે લઈ જઈ છુપાવી રાખી આ ચોરીની રિક્ષા ડ્રાઇવરો મારફતે પેસેન્જરમાં ફેરવવામાં ઉપયોગ કરતો હતો.

આરોપી આ પહેલાં પણ પકડાઈ ચૂક્યો છે. વર્ષ 2022માં ટુવ્હિલર મોટર સાયકલ ચોરીમાં ખેડાના નડિયાદમાં, મહેસાણા, વિજાપુર, વિસનગર, હિંમતનગર, બહુચરાજી, આણંદ વગેરે શહેરના પોલીસ સ્ટેશનમાં મળીને કુલ 13 ગુનામાં પકડાઈ ચૂક્યો છે.