April 12, 2025

ગાંધીનગરમાં ચાલતી આરોગ્યકર્મીઓની હડતાળનો અંત, માગણીઓ પૂરી કરવા સરકારને 3 મહિનાનો સમય આપ્યો

ગાંધીનગરઃ છેલ્લા 20 દિવસથી વધુ સમયથી ચાલતી આરોગ્ય કર્મચારીઓની હડતાળ આખરે સમેટાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાંથી આવેલા આરોગ્યકર્મીઓ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરતા હતા.

રાજ્યભરના આરોગ્યકર્મીઓ પડતર માગણીઓને લઈને ગાંધીનગરમાં હડતાળ પર ઉતર્યા હતા. ત્યારે હવે સરકારને તેમણે પડતર માગણીઓ પૂરી કરવા માટે 3 મહિનાનો સમયગાળો આપ્યો છે. જો આ સમયમાં માગણીઓ પૂરી નહીં થાય તો ફરીવાર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.