આરોગ્ય કર્મચારીઓનું આંદોલન 4 દિવસ માટે મોકૂફ, આંદોલનના પ્રમુખ રણજીત સિંહ મોરીની તબિયત નાદુરસ્ત

Gandhinagar: છેલ્લા 15 દિવસથી ગાંધીનગર ખાતે આરોગ્ય કર્મચારીઓના આંદોલનને ચાર દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યું છે. આરોગ્ય કર્મચારીઓના આંદોલનના પ્રમુખ રણજીત સિંહ મોરીથી તબિયત અચાનક ખરાબ થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર ગાંધીનગરમાં આંદોલન કરતા તમામ આરોગ્ય કર્મચારીઓ ને ચાર દિવસ આંદોલન ન કરવા સૂચના આપવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓના આંદોલનના પ્રમુખ રણજીત સિંહની તબિયત નાદુરસ્ત હોવાના કારણે ચાર દિવસ હડતાળ પર બ્રેક વાગી છે. તેમજ તમામ કર્મચારીઓ પોતાના જિલ્લામાં જવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: હીરા ઉધોગમાં મંદીના કારણે વેલંજામાં રત્નકલાકારે વીડિયો બનાવી કર્યો આપઘાત