BZ પોન્ઝી સ્કીમ અંગે મોટો ખુલાસો, જાણો ભૂપેન્દ્રસિંહે કેવી રીતે કંપની શરૂ કરી
ગાંધીનગરઃ BZ પોન્ઝી સ્કીમ અંગે સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. અમદાવાદની FX ટ્રેડિંગ નામની કંપનીમાં કામ કરીને ભૂપેન્દ્રસિંહ શીખ્યો હતો. M WAY નામની કંપનીમાં એજન્ટ તરીકે ભૂપેન્દ્રસિંહ કામ કરી ચૂક્યો છે.
M Way અને FX ટ્રેડિંગમાં કામ કર્યું છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સૌથી પહેલા YFI કોઈનમાં રૂપિયા 10 કરોડ રોકાણ કર્યું હતું. 10 કરોડના 18 કરોડ મેળવ્યા હતા. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 250 કરોડ રોકાણકારોને ચૂકવ્યા હતા. હજુ 100 કરોડ રોકાણકારોને ચૂકવવાના બાકી છે. ભૂપેન્દ્રસિંહે 3 મહિનામાં જ 10 કરોડના 18 કરોડ રૂપિયા કર્યા હતા અને ત્યારબાદ બંને કંપનીને મર્જ કરી પોતાની સ્કીમ શરૂ કરી હતી.
CID ક્રાઇમ બ્રાન્ચે ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછ કરતા તેમણે જણાવ્યુ હતુ કે, રોકાણકારોની વિગતો આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા ઓનલાઇન વેબસાઇટ BZTRADE.in ઉપર રોજેરોજ એન્ટ્રીઓ કરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું. આ BZTRADE.inના ડેટા મેળવતા BZ GROUPમાં કુલ આશરે 11,000 રોકાણકારોએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે.