News 360
March 27, 2025
Breaking News

‘ધ ગાબા’ સ્ટેડિયમ તોડી પાડવાનો નિર્ણય કેમ કરવામાં આવ્યો?

Gabba Stadium: બ્રિસ્બેન ક્રિકેટ ગ્રાઉન્ડ જેને ધ ગાબ્બા સ્ટેડિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને તોડી પાડવામાં આવશે. આ એજ મેદાન છે જ્યાં પંતએ વર્ષ 2021માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં યાદગાર અને મેચ વિજેતા ઇનિંગ રમી હતી. ગાબ્બા સ્ટેડિયમ તેના જૂના માળખાકીય સુવિધાઓ અને મર્યાદિત ક્ષમતાને કારણે વર્ષોથી પડકારોનો સામનો કરી રહ્યું છે. આ સ્ટેડિયમ 2032 ઓલિમ્પિક અને પેરાલિમ્પિક રમતો પછી તોડી પાડવામાં આવશે. આવો જાણીએ સમગ્ર માહિતી.

આ પણ વાંચો: Sonu Sood Wife: સોનુ સૂદની પત્નીનો થયો ભયાનક અકસ્માત, ગાડીનો વળી ગયો કચ્ચરઘાણ

અહીં સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવશે
ગાબ્બા સ્ટેડિયમ તેના જૂના માળખાકીય સુવિધાઓ અને મર્યાદિત ક્ષમતાને કારણે વર્ષોથી પડકારોનો સામનો કરી રહ્યું છે. આ સ્ટેડિયમ 2032 ઓલિમ્પિક અને પેરાલિમ્પિક રમતો પછી તોડી પાડવામાં આવશે. ક્વીન્સલેન્ડ સરકારે જાહેરાત કરી છે કે ગાબ્બા સ્ટેડિયમ તોડી પાડ્યા પછી, વિક્ટોરિયા પાર્કમાં 63,000 બેઠકો ધરાવતું અત્યાધુનિક સ્ટેડિયમ બનાવવામાં આવશે. આ નિર્ણય ઓસ્ટ્રેલિયન રમતગમત જગતમાં એક મોટો નિર્ણય છે. ઓસ્ટ્રેલિયન ફૂટબોલ લીગ પણ અહીં રમાશે. અહીં સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવશે.