December 26, 2024

RCB પ્લેઓફમાં પહોંચ્યું તો ભાગેડુ વિજય માલ્યાએ કરી ઉજવણી

IPL 2024: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સતત 6 મેચ જીતીને IPL 2024 પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે. આ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2024 પ્લેઓફમાં સ્થાન મળતાની સાથે ટીમના ભૂતપૂર્વ માલિક ભાગેડુ વિજય માલ્યા ખુશ થઈ ગયા છે. તેણે ઉજવણી પણ કરી હતી.

પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું
ગઈ કાલની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ IPL 2024ના પ્લેઓફમાં પહોંચી ગઈ છે. શરૂઆતમાં 8 મેચમાંથી 7 મેચ હારી ચૂકેલી RCBએ સતત 6 મેચ જીતીને ટોપ ચારમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. જે બાદ ટીમના પૂર્વ માલિક વિજય માલ્યાની ખુશીની કોઈ સીમા નથી. તેણે આરસીબીને અભિનંદન પાઠવ્યા હતા. ટીમના ભૂતપૂર્વ માલિક ભાગેડુ વિજય માલ્યા પણ ખુશ છે.

સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ
રોયલ ચેલેન્જર્સ બેંગલોર પ્લેઓફમાં પહોંચ્યા બાદ ટીમના ભૂતપૂર્વ માલિક વિજય માલ્યા ભારે ખુશ જોવા મળ્યા હતા. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે ટોપ ચારમાં ક્વોલિફાય કરવા અને IPL પ્લેઓફમાં પહોંચવા માટે RCBને અભિનંદન. તમારા સમર્પણ અને સખત મહેનતથી તમે ખરાબ શરૂઆત થઈ હોવા છતાં તમે ક્વોલિફાય થયા છો. વર્ષ 2008માં વિજય માલ્યાએ RCB ફ્રેન્ચાઈઝી ખરીદી હતી. ત્યારબાદ . 2016માં વિજય માલ્યાએ RCBના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું. તમને જણાવી દઈએ કે વિજય માલ્યા પર લગભગ 9900 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ છે. હાલ તે ઘણા સમયથી વિદેશમાં છે. સરકાર પણ તેને દેશમાં પરત લાવવા માટે મથી રહી છે. જોકે કોર્ટે તેને ભાગેડુ જાહેર કર્યો છે.

આ પણ વાંચો: રોહિત શર્માએ સ્ટાર સ્પોર્ટ્સ પર ગોપનીયતાના ઉલ્લંઘનનો લગાવ્યો આરોપ

આરસીબીની શાનદાર જીત
મેચની વાત કરવામાં આવે તો ગઈ કાલની મેચમાં , બેટ્સમેનોના શાનદાર પ્રદર્શનને કારણે આરસીબીની શાનદાર જીત થઈ હતી. RCBએ પ્રથમ બેટિંગ કરી હતી. બેટિંગમાં 20 ઓવરમાં 218/5 રન બનાવ્યા હતા. આ બાદ CSKની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 191 રન બનાવ્યા હતા. આ મેચ 18 તારીખના હતી. 18 મે RCB માટે ખુબ ખાસ રહી છે. આ ત્રીજી વખત હતું જ્યારે 18 મેના રોજ RCBએ IPLમાં CSKને હરાવ્યું હતું. IPLમાં અત્યાર સુધી RCB 18મી મેના રોજ ક્યારેય હાર્યું નથી.