December 18, 2024

હવેથી શેર માર્કેટમાં T+0 સેટલમેન્ટ પ્રમાણે ચાલશે ટ્રેડિંગ, જાણો સમગ્ર પ્રક્રિયા

T+0 Settlement Stocks: આવતી કાલથી એટલે કે ગુરૂવારથી શેર માર્કેટમાં T+0 સેટલમેન્ટના નિયમો લાગુ કરવામાં આવશે. ભારતીય બજાર રેગ્યુલેટર સેબી તરફથી રજૂ કરવામાં આવેલા આ નિયમો પહેલા 25 શેરમાં લાગુ કરવામાં આવશે. જેનો અર્થ 25 શેરની ખરીદી અથવા વેચાણ પર એજ દિવસે સેટલમેન્ટ કરવામાં આવશે. જ્યારે બાકીના શેરમાં T+1 નિયમો લાગુ કરવામાં આવશે. એક્સચેન્જ દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિફિકેશન અનુસાર, T+0 સેટલમેન્ટની ટાઈમિંગ 9.15 વાગ્યાથી 1.30 સુધી રહેશે. એ સમયમાં કરવામાં આવેલો વેપાર T+0માં સેટલ કરવામાં આવશે. મહત્વનું છેકે, T+0 સેટલમેન્ટ હાલ પાયલટ પ્રોજેક્ટની રીતે શરૂ કરવામાં આવ્યું છે. જેમાં હાલ કેટલાક ગણેલા શેરમાં અને કેટલાક કલાકો માટે લાગુ કરવામાં આવશે. શેર માર્કેટની ભાષામાં તેને બીટી વર્ઝન કહેવામાં આવે છે.

25 શેરની યાદી બહાર પાડી
BSEએ T+0 સેટલમેન્ટ બીટા વર્ઝન માટે 25 શેરની યાદી પણ બહાર પાડી છે. તેમાં અંબુજા સિમેન્ટ, અશોક લેલેન્ડ, બજાજ ઓટો, બેન્ક ઓફ બરોડા, બીપીસીએલ, બિરલા સોફ્ટ, સિપ્લા, કોફાર્જ, ડિવીઝ લેબ્સ, હિન્દાલ્કો, ઈન્ડિયન હોટેલ્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, એલઆઈસી હાઉસિંગ, એલટીઆઈ માઇન્ડટ્રી, એમઆરએફ, નેસ્લે ઈન્ડિયા, એનએમડીસી, ઓએનજીસી, પેટ્રોનેટ, એલએનજી, સંવર્ધન મધરસન, એસબીઆઈ, ટાટા કોમ્યુનિકેશન્સ, ટ્રેન્ટ, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને વેદાંતનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: પૈસા રાખો તૈયાર, આવતા અઠવાડિયે આવી રહ્યા છે 13 IPO

T+0 પતાવટ સંપૂર્ણપણે અમલમાં મૂકી શકાય છે
T+1 સેટલમેન્ટ સિસ્ટમમાં કોઈ ફેરફાર થશે નહીં. જે નિયમો અત્યારે લાગુ છે તે ભવિષ્યમાં પણ લાગુ રહેશે. T+1 સેટલમેન્ટ સિસ્ટમ પહેલાની જેમ ચાલુ રહેશે. આના પર લાગુ થતા શુલ્ક T+0 માં પણ લાગુ રહેશે. તેમાં ટ્રાન્ઝેક્શન ચાર્જિસ, સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ વગેરેનો સમાવેશ થાય છે. સેબીએ કહ્યું છે કે જો T+0 સેટલમેન્ટનો પાયલોટ પ્રોજેક્ટ સફળ થશે તો તેનો સંપૂર્ણ અમલ કરવામાં આવશે.

T+0 સેટલમેન્ટ નિયમ શું છે?
15 માર્ચે, સેબીએ ટી પ્લસ ઝીરો સેટલમેન્ટના બીટા વર્ઝનને મંજૂરી આપી હતી, જે 28 માર્ચ એટલે કે આવતીકાલથી લાગુ કરવામાં આવશે. આ નવા નિયમ મુજબ, જો તમે કોઈપણ શેર ખરીદો છો અથવા વેચો છો, તો તે જ દિવસે પૈસા તમારા ડીમેટ ખાતામાં આવી જશે. આ માટે તમારે બીજા દિવસની રાહ જોવાની જરૂર નહીં પડે.