December 12, 2024

ભાવનગરમાં લાલ જામફળની આવક થઈ શરૂ, વિદેશમાં પણ છે આ જામફળની માંગ

સિદ્ધાર્થ ગોઘારી, ભાવનગર: શિયાળો આવતાની સાથે તાજા શાકભાજી અને ફળોની આવક શરૂ થઈ જતી હોય છે. સીઝનલ ફળોની જો વાત કરીએ તો આ સીઝનમાં સમગ્ર ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં થતાં લાલ જમરૂખની આવક શરૂ થઈ ચૂકી છે .

લોકો આખું વર્ષ જોતા હોય છે
ભાવનગર , સિહોર , સાણોદર , નારી તેમજ આસપાસ ની વાડીઓમાં લાલ જામફળ વધુ પડતાં પ્રમાણમાં ઉગાડવામાં આવતા હોય છે. ડિસેમ્બર આવતાની સાથે લાલ અંજીરીયા જમરૂખ માર્કેટમાં દેખાવા લાગે છે. લાલ જામફળની રાહ લોકો આખું વર્ષ જોતા હોય છે. આ વર્ષે પણ ડિસેમ્બરની શરૂઆત થતાની સાથે શાક માર્કેટ અને લારીઓમાં લાલ જામફળ દેખવા લાગ્યા છે. બે થી ત્રણ મહિના આવતા લાલ જામફળની માંગ સુરત, મુંબઈ અને વિદેશમાં પણ છે.

આ પણ વાંચો:માત્ર માવાથી નહીં શક્કરિયાથી પણ બને ગુલાબજાંબુ, સ્વાદમાં નહીં પડે કોઈ ફેર

લાલ જામફળ સેહત માટે ગુણકારી
શહેરની મુખ્ય માર્કેટમાં લાલ જામફળની આવક આવતા ગ્રાહકો સિઝનલ ફ્રૂટમાં લાલ જામફળ લેવાની વધુ પસંદ કરે છે. લાલ જમરૂખ આખા વર્ષ દરમિયાન માત્ર બે થી ત્રણ મહિના આવક આવતી હોય છે. જેમ વધુ ઠંડી પડે તેમ સારી ગુણવત્તા વાળા અંજીરિયા જમરૂખનો પાક જોવા મળે છે.  ફ્રૂટ વિક્રેતા સિઝનલ ફળોમાં લાલ જામફળ રાખવાનું વધુ પસંદ કરતા હોય છે. સ્વાસ્થ્યની રીતે પણ લાલ જામફળ સેહત માટે ગુણકારી હોય છે .