ચીન-ફ્રાંસના રાજદ્વારી સંબંધોના 60 વર્ષ પૂર્ણ, વિકાસનીતિમાં કોણ આગળ?
ચીન અને ફ્રાન્સ વચ્ચેના રાજદ્વારી સંબંધોને આજે 60 વર્ષ પૂર્ણ થયા છે. આ અવસર પર શી જિનપિંગે માહિતી આપતા કહ્યું હતું કે આજે વિશ્વ ફરી એક વાર નવા વળાંક પર જોવા મળી રહ્યું છે. ચીનના વિદેશપ્રધાન વાંગ યીએ દેશમાં ફ્રાન્સની આયાત વધારવાની ઓફર પણ કરી છે. ચીન અને ફ્રાન્સે સંયુક્ત રીતે માનવ વિકાસ માટે શાંતિ, સુરક્ષા, સમૃદ્ધિ અને પ્રગતિનો માર્ગ ખોલવો જોઈએ.
ઘણા ક્ષેત્રોમાં એકસાથે વિકાસ
ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ સંબંધોને આજે 60 વર્ષ પૂર્ણ થતાની સાથે કહ્યું કે ચીને દેશમાં ફ્રેન્ચ આયાત વધારવાની ઓફર કરી છે. અમે હંમેશા ગ્રાહકો અને બજારની માંગને ધ્યાનમાં રાખીશું. અમે ફ્રાન્સથી ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉત્પાદનો અને સેવાઓની આયાતને વિસ્તૃત કરવાનું ચાલુ રાખીશું. અમે આશા રાખીએ છીએ કે ફ્રાન્સ પણ ચીની કંપનીઓને વાજબી અને સમાન વ્યાપાર વાતાવરણ પૂરું પાડશે. બંને દેશોએ એરોસ્પેસ અને ન્યુક્લિયર ઈન્ડસ્ટ્રીઝથી લઈને એનર્જી સુધીના ક્ષેત્રોમાં સાથે મળીને સંશોધન કર્યું છે. અમે ઘણા ક્ષેત્રોમાં સાથે મળીને વિકાસ કર્યો છે.
આ પણ વાચો: મેક્રોનની મુલાકાત બની ભારત માટે ખાસ, થયા આ મહત્વપૂર્ણ કરારો
મેક્રોનની ભારત મુલાકાત પર ચીનની નજર
ભારત અને ફ્રાન્સ વચ્ચેની મિત્રતા સતત મજબૂત થઈ રહી છે. ભારતના 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ફ્રાન્સના રાષ્ટ્રપતિ આવ્યા હતા. જેમાં ઈમેન્યુઅલ મેક્રોને ભારત સાથે ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા છે.ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે ઘણા મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ હતી. જેમાં તેમણે જણાવ્યું કે સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ, ખાસ કરીને ડિઝાઇન સ્ટેજથી, યુવાનો માટે માત્ર સારી નોકરીઓનું સર્જન કરતું નથી, પરંતુ તે આત્મનિર્ભર ભારતના વિઝનને પણ આગળ ધપાવે છે. આ સાથે તેમણે એ પણ કહ્યું કે વૈજ્ઞાનિક અને તકનીકી ક્ષેત્રોમાં વ્યાપક પ્રગતિને પણ સમર્થન આપે છે. આ તમામ મુલાકાત દરમિયાન ચીન ચાંપતી નજર રાખી રહ્યું હતું.
આ પણ વાચો: કર્તવ્ય પથ પર ભારતે બતાવી તાકાત, રશિયાએ કહ્યું આપણી મિત્રતા ‘અખંડ’
આપણી મિત્રતા ‘અખંડ’
Russiaના રાજદૂત ડેનિસ અલીપોવે 26-1-2024ના X (ટ્વિટર) પર લખ્યું કે તેઓ ભારતને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. અમે અમારા મિત્ર ભારતની ફકત સમૃદ્ધિની જ ઈચ્છા નથી, અમે ઈચ્છીએ છીએ કે ભારત અમૃતકાલમાં જે ઝડપે પ્રગતિ કરી રહ્યું છે તે ગતિએ આગળ વધે. આ સાથે તેમણે કહ્યું કે અમારો સંબંધ છેલ્લા 77 વર્ષથી અકબંધ છે. સમયે સમયે મુશ્કેલીનો પણ સામનો કરવો પડ્યો છે પરંતુ અમે બંને એકબીજાને છોડ્યા નથી.