January 27, 2025

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતીનો માહોલ, વધુ એક પૂર્વ MLA જોડાયા

rajpipla ex mla harshad vasava joined bjp tweet cr patil

રાજપીપળાના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા

અમદાવાદઃ સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. ત્યારે ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં પણ રાજકારણ ચરમસીમાએ પહોંચી ગયું છે. અહીં ભાજપ વર્ચસ્વ વધારી રહ્યું છે. ત્યારે ઘણાં રાજકારણીઓએ પક્ષપલટો કર્યો છે. તેમાં વધુ એક નામ જોડાયું છે.

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’માં રાજપીપળાના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા અને તેમના સમર્થકો ભાજપમાં જોડાઈ ગયા છે. આ અંગે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ટ્વીટ કર્યું હતું.

જેમાં તેમણે લખ્યુ હતુ કે, ‘આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે રાજપીપળાના પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ વસાવા અને તેમના સમર્થકોને પાર્ટીનો ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા. માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબની વિકાસ અને રાષ્ટ્રવાદની નીતિ અને દેશનાં ગૃહમંત્રી શ્રી @AmitShah સાહેબની મજબૂત સંગઠન શક્તિને કારણે અન્ય રાજકીય પાર્ટીનાં કાર્યકરો, સામાજિક આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે, આ એમનો નરેન્દ્રભાઇ મોદી સાહેબ પરનો વિશ્વાસ છે. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની દરેક બેઠકને પાંચ લાખથી વધુની લીડ સાથે જીતાડવા કાર્યકર્તાશ્રીઓને આહવાન કર્યું.’

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં ગઈ કાલે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના સહકારી આગેવાન, બોડેલી APMCના પૂર્વ ચેરમેન, સંખેડા APMCના ડિરેક્ટર નરહરિભાઈ પટેલ સહિત વિવિધ ગામના સરપંચ, પૂર્વ સરપંચ, મંડળી પ્રમુખો તેમજ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.