આર્થિક ઉદારીકરણ, આધાર અને RTIમાં મહત્વનો રોલ… મનમોહન સિંહના નામે આ ઉપલબ્ધિઓ
નવી દિલ્હીઃ દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતના જાણીતા અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે મોડી રાત્રે નિધન થયું છે. તેમણે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. સલમાન ખુર્શીદે એક્સ પર પોસ્ટ કરીને મનમોહન સિંહના મૃત્યુની માહિતી આપી હતી. મોડી સાંજે તેમની તબિયત બગડતા તેમને એઈમ્સના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉ.મનમોહન સિંહના નામે ઘણી સિદ્ધિઓ છે. આર્થિક ઉદારીકરણમાં તેમનું વિશેષ યોગદાન હતું.
ડૉ. મનમોહન સિંહે નાણાપ્રધાન તરીકે સેવા આપતા 1991માં શરૂ થયેલા આર્થિક ઉદારીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમાં સરકારી નિયંત્રણો ઘટાડવું, વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) વધારવું અને માળખાકીય સુધારા અમલમાં મૂકવાનો સમાવેશ થાય છે, જેણે ભારતની અર્થવ્યવસ્થાને વૈશ્વિક બજારો માટે ખોલી હતી.
આ પણ વાંચોઃ ‘રિફોર્મ મેન’ મનમોહન સિંહની સંસદમાં 33 લાંબી ઇનિંગ પૂર્ણ, જાણો તેમની રાજનૈતિક સફર
રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ગેરંટી અધિનિયમ – નરેગા
આ અધિનિયમ 2005માં રજૂ કરવામાં આવ્યો હતો. દરેક ગ્રામીણ પરિવારને 100 દિવસની વેતન રોજગારની બાંહેધરી આપે છે. લાખો લોકોની આજીવિકામાં નોંધપાત્ર સુધારો કરે છે અને ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરે છે.
સૂચનાનો અધિકાર અધિનિયમ – RTI
2005માં પસાર થયેલા RTIએ નાગરિકોને જાહેર સત્તાવાળાઓ પાસેથી માહિતી મેળવવાનો અધિકાર આપ્યો હતો. જેનાથી શાસનમાં પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન મળે છે.
આ પણ વાંચોઃ પૂર્વ PM ડો. મનમોહન સિંહનું 92 વર્ષની ઉંમરે નિધન, દિલ્હી AIIMSમાં અંતિમ શ્વાસ લીધા
આધારની સુવિધા
આધાર પ્રોજેક્ટની શરૂઆત રહેવાસીઓને અનન્ય ઓળખ પ્રદાન કરવા માટે કરવામાં આવી હતી, જે વિવિધ સેવાઓનાં ઍક્સેસની સુવિધા આપે છે.
પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ (Direct Benefit Transfer)
ડૉ. મનમોહન સિંઘની સરકારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સિસ્ટમ લાગુ કર્યો હતો. જેણે કલ્યાણ વિતરણને સુવ્યવસ્થિત કર્યું અને ઘણી છટકબારીઓ દૂર કરી.
કૃષિ ઋણ માફી (2008)
કૃષિ સંકટને પહોંચી વળવા માટે 60,000 કરોડ રૂપિયાની લોન માફી દ્વારા ખેડૂતોને રાહત આપી હતી.