January 19, 2025

કર્ણાટકના પૂર્વ CM યેદિયુરપ્પા પર 17 વર્ષની સગીરાનો યૌન શોષણનો આરોપ

અમદાવાદ: કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને સીનિયર BJP નેતા યેદિયુરપ્પાની વિરૂદ્ધ POCSO એક્ટ હેઠળ કેસ નોંધાયો છે. એક મહિલાએ યેદિયુરપ્પાની વિરૂદ્ધ પોતાની 17 વર્ષની છોકરી પર યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. સગીર છોકરીના માતાએ બેંગ્લોરના સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં આ અંગે FIR નોંધાવી છે. જે અનુસાર કથિર યૌન શોષણ 2 ફેબ્રુઆરીના કરવામાં આવ્યું હતું. એ સમયે માતા અને છોકરી છેતરપિડીંના એક કેસ અંગ મદદ માટે યેદિયુરપ્પાને મળવા પહોંચ્યા હતા.

આ અગાઉના 55 કેસની માહિતી
આ મામલે બી.એસ. યેદિયુરપ્પાએ નિવેદન જાહેર કર્યું છે. જેમાં 55 કેસની એક લિસ્ટ જાહેર કરવામાં આવી છે. જે ફરિયાદ કરનારા મહિલાએ આ પહેલા કરેલા 55 અલગ અલગ કેસ સંબંધિત છે. ત્યારબાદ યેદિયુરપ્પાની ઓફિસ તરફથી જણાવવામાં આવ્યું છે કે, આ મહિલાને આવા કેસ કરવાની આદત છે. તેણે આ પહેલા પણ અલગ અલગ વ્યક્તિઓ પર 55 કેસ નોંધાવ્યા છે.

બી.એસ. યેદિયુરપ્પા કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી છે
મહત્વનું છે કે, યેદિયુરપ્પા 2008 અને 2011માં કર્ણાટકના CM રહી ચૂક્યા છે. ત્યારબાદ મેં 2018માં થોડા સમય માટે અને ફરીથી જુલાઈ 2019થી 2021 સુધી મુખ્યમંત્રી હતા. અઠવાડિયાની અટકળો અને અનિશ્ચિતતા પછી તેણે 2021માં રાજીનામું આપ્યું. પોતાના નિર્ણયની જાહેરાત કરતી વખતે યેદિયુરપ્પા મંચ પરથી રડી પડ્યા અને કહ્યું કે, રાજ્યની જનતાનો સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.

યેદિયુરપ્પા બાદ બોમાઈ સીએમ બન્યા
યેદિયુરપ્પા બાદ BJPના બસવરાજ સોમપ્પા બોમાઈ કર્ણાટકના 23મા મુખ્યમંત્રી બન્યા. બોમાઈએ જુલાઈ 2021 થી મે 2023 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપે બોમાઈને હાવેરી મતવિસ્તારમાંથી પોતાનો ઉમેદવાર બનાવ્યો છે.