December 22, 2024

પૂર્વ IPS સંજીવ ભટ્ટને પાલનપુર એડિશનલ એન્ડ સેશન કોર્ટે ફટકારી 20 વર્ષની સજા

બનાસકાંઠા: 1996 ના એનડીપીએસ કેસમાં પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને પાલનપુરની બીજી એડિશનલ સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યા છે. પાલનપુરની બીજી એડિશનલ સેશન્સ કોર્ટે પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને 20 વર્ષ સખત કેદની સજા ફટકારી છે. સાથે જ સંજીવ ભટ્ટને રૂપિયા 2 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ગઈકાલે પાલનપુર કોર્ટે એનડીપીએસ કેસમાં દોષિત જાહેર કર્યા હતા. કોર્ટના ચુકાદા દરમિયાન સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટ પણ કોર્ટમાં હાજર હતા. કોર્ટ દ્વારા સજા ફટકાર્યા બાદ પોલીસ જાપ્તા હેઠળ સંજીવ ભટ્ટને પાલનપુર સબ જેલમાં લઇ જવાશે.

પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને પાલનપુર કોર્ટે દોષિત ઠેરવી અલગ-અલગ 11 કલમો હેઠળ સજા અને દંડ ફટકર્યો છે. જો દંડ ન ભરે તો એક વર્ષની સાદી કેદની સજા કરવાની કરાઈ જોગવાઈ કરવામાં આવી છે.

શું હતો કેસ
સંજીવ ભટ્ટ પર 28 વર્ષ પહેલા વર્ષ 1996માં પાલનપુરની હોટલમાં રાજસ્થાનના વકીલના રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કરી, દુકાન ખાલી કરવા ધમકી આપી વકીલને ફસાવવાનો આરોપ લાગ્યો હતો. 5 સપ્ટેમ્બર 2018માં સંજીવ ભટ્ટની ધરપકડ થઈ હતી. આ મામલે 2018માં સંજીવ ભટ્ટની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી હતી. પાલનપુરની એક હોટલના રૂમમાં અફીણનો જથ્થો મુકાવી રાજસ્થાન પાલીના એક વકીલને ખોટા કેસમાં ફસાવી દેવાના કેસમાં ધરપકડ કરી હતી.