અમદાવાદના LD મ્યુઝિયમના પૂર્વ ડિરેક્ટર રતનકુમાર પરિમૂને કલા ક્ષેત્રે પદ્મશ્રી પુરસ્કાર
Padma Award: રતન કુમાર પરિમૂ કાશ્મીરના એક ભારતીય કલા ઇતિહાસકાર છે, જેમણે કલા શિક્ષક, શિક્ષણશાસ્ત્રી, કલાકાર અને અમદાવાદના લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમના ભૂતપૂર્વ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. રતન પરિમુ બરોડા ગ્રુપના સ્થાપક સભ્યોમાંના એક હતા. ભારત સરકાર દ્વારા તેમને કલા ક્ષેત્રે યોગદાન માટે પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
તેમણે અજંતા, એલોરા, જૈન, રાજસ્થાની, પહાડી અને મુઘલ ચિત્રો અને રેખાચિત્રો પર લેખો પ્રકાશિત કર્યા છે. તેમણે “આર્ટ ઓફ થ્રી ટાગોર્સ – ફ્રોમ રિવાઇવલ ટુ મોર્ડનિટી” નામનું પુસ્તક લખ્યું છે. તેમણે 23 પુસ્તકો લખ્યા છે અને સંપાદિત કર્યા છે, સાથે તેમના 139 લેખો વિવિધ પત્રિકાઓમાં પ્રકાશિત થયા છે.