July 18, 2024

દિલ્હી સરકારના પૂર્વ મંત્રી રાજકુમાર આનંદ ભાજપમાં જોડાયા, છતરપુરના ધારાસભ્યએ પણ AAP છોડી

Rajkumar Anand Joins BJP: દિલ્હી સરકારમાં મંત્રી રહી ચૂકેલા અને આમ આદમી પાર્ટીને અલવિદા કહી ચૂકેલા રાજકુમાર આનંદ આજે બસપા છોડીને ભાજપમાં જોડાયા છે. નોંધનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા તેમણે મંત્રી પદેથી રાજીનામું આપી બસપામાં જોડાયા હતા. આ સિવાય AAPના છતરપુરના ધારાસભ્ય કરતાર સિંહ તંવર અને AAP કાઉન્સિલર ઉમેદ સિંહ ફોગાટ પણ ભાજપમાં જોડાઈ ગયા છે.

તે જ સમયે પૂર્વ ધારાસભ્ય વીણા આનંદ, AAP નેતા રત્નેશ ગુપ્તા અને સચિન રાય પણ ભાજપમાં જોડાયા હતા. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ અને દિલ્હી પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ બીજેપી હેડક્વાર્ટર ખાતે ભાજપની સદસ્યતા લીધી.

રાજકુમાર આનંદે BSPની ટિકિટ પર નવી દિલ્હી બેઠક પરથી તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી લડી હતી. આ બેઠક પરથી ભાજપના બાંસુરી સ્વરાજ જીત્યા હતા. રાજકુમાર આનંદ દિલ્હી સરકારમાં સમાજ કલ્યાણ મંત્રી હતા. તેમણે દિલ્હી સરકારને અનુસૂચિત જાતિ વિરોધી ગણાવીને મંત્રી પદની સાથે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ તેઓ બસપામાં જોડાયા છે.