REEL બનાવવાના ચક્કરમાં બ્રેક મારવાનું ભૂલી, કાર ઊંડી ખાઈમાં પડતા દર્દનાક મોત
REEL Video: મહારાષ્ટ્રમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં, રીલ બનાવતી વખતે એક છોકરી બ્રેક લગાવવાનું ભૂલી ગઈ અને બ્રેકની જગ્યાએ એક્સિલરેટર દબાવ્યું. જેના કારણે તે કાર સાથે 300 ફૂટ ઉંડી ખાઈમાં પડી ગઈ હતી. બાળકીનું દર્દનાક મોત થયું છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના સોમવારે બની હતી અને યુવતીની ઓળખ 23 વર્ષીય શ્વેતા સુરવસે તરીકે થઈ છે. રિપોર્ટ અનુસાર જ્યારે અકસ્માત થયો ત્યારે યુવતી ડ્રાઇવિંગ કરતી વખતે વીડિયો શૂટ કરી રહી હતી. સોમવારે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરમાં યુવતી રિવર્સ ગિયરમાં ગાડી ચલાવી રહી હતી અને અકસ્માતે એક્સિલરેટર દબાવી દીધું હતું. કાર ખાડામાં પડી જતાં તેનું મોત થયું હતું.
Maharashtra : અને સીધી ગાડી ગઈ ખીણમાં..#Maharshtra #Car #Accident #NewsCapitalGujarat #JaneCheGujarat pic.twitter.com/1yjvgntCt0
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) June 18, 2024
ખુતબાદ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના બપોરે સુલીભંજન વિસ્તારમાં બની હતી. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, યુવતી કાર ચલાવતી વખતે વીડિયો શૂટ કરી રહી હતી. મળતી માહિતી મુજબ જ્યારે શ્વેતા સુરવસેનો મિત્ર શિવરાજ મુલે વીડિયો શૂટ કરી રહ્યો હતો ત્યારે તેણે કાર ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. દુર્ભાગ્યવશ, જ્યારે કાર રિવર્સ ગિયરમાં હતી, ત્યારે તેણે અકસ્માતે એક્સિલરેટર દબાવી દીધું. જેના કારણે કાર પાછળની તરફ સરકી હતી અને ક્રેશ બેરિયર તોડીને ખાડામાં પડી હતી. જ્યાં કાર ખાડામાં પડી હતી તે સ્થળે પહોંચવામાં બચાવકર્મીઓને એક કલાકથી વધુ સમય લાગ્યો હતો. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ બાળકીને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.