‘370 હટાવી, હવે PoKનો વારો…’, કાશ્મીર મુદ્દે શું છે ભારતનો પ્લાન?

Jammu Kashmir: ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર બ્રિટન અને આયર્લેન્ડની 6 દિવસની મુલાકાતે છે. અહીં તેઓ ઘણા નેતાઓને મળી રહ્યા છે અને કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. ગઈકાલે લંડનમાં એક કાર્યક્રમમાં કાશ્મીર વિશેના પ્રશ્નના જવાબમાં તેમણે ભારતની સમગ્ર યોજનાનો ખુલાસો કર્યો છે. લંડનના ચેથમ હાઉસમાં કાશ્મીર મુદ્દા વિશે પૂછવામાં આવ્યું ત્યારે ડૉ. એસ. જયશંકરે કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પાકિસ્તાનને પરત મળવાથી કાશ્મીર મુદ્દો સંપૂર્ણપણે ઉકેલાઈ જશે.
કાશ્મીર પર એસ જયશંકરની યોજના શું છે?
કાશ્મીર મુદ્દાઓ પર વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે અમે તબક્કાવાર કામ કરી રહ્યા છીએ. કાશ્મીરમાં અમે તેના મોટાભાગના મુદ્દાઓને ઉકેલવામાં સારું કામ કર્યું છે. મને લાગે છે કે કલમ 370 હટાવી એ એક પગલું હતું. પછી કાશ્મીરમાં વિકાસ, આર્થિક પ્રવૃત્તિ અને સામાજિક ન્યાય પુનઃસ્થાપિત કરવો એ બીજું પગલું હતું.
સરકારની આ યોજનાને કારણે કાશ્મીરમાં ઘણા બધા ફેરફારો જોવા મળ્યા છે. તેમણે કહ્યું કે ત્રીજું પગલું 370 પછી કાશ્મીરમાં ચૂંટણી કરાવવાનું હતું, જેમાં ખૂબ જ વધારે મતદાન જોવા મળ્યું. વિદેશ મંત્રીએ કહ્યું કે મને લાગે છે કે આપણે જેની રાહ જોઈ રહ્યા છીએ તે કાશ્મીરના એ ભાગની વાપસી છે જે ગેરકાયદેસર પાકિસ્તાની કબજા હેઠળ છે. જ્યારે આનો ઉકેલ આવશે ત્યારે હું તમને ખાતરી આપું છું કે કાશ્મીર મુદ્દો ઉકેલાઈ જશે.
#WATCH | London | On being asked about the issues of Kashmir, EAM Dr S Jaishankar says, "In Kashmir, we have done a good job solving most of it. I think removing Article 370 was one step. Then, restoring growth, economic activity and social justice in Kashmir was step number two.… pic.twitter.com/uwZpotWggO
— ANI (@ANI) March 5, 2025
જયશંકર બ્રિટિશ વડા પ્રધાનને મળ્યા
મંગળવારે સાંજે લંડનમાં વિદેશ મંત્રી એસ જયશંકરે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરને મળ્યા હતા. વિદેશ મંત્રી એસ જયશંકરે તેમના એક્સ હેન્ડલ પર આ મુલાકાતની તસવીરો શેર કરી છે. બંને વચ્ચે દ્વિપક્ષીય સહયોગ અને રશિયા-યુક્રેન યુદ્ધ અંગે ચર્ચા થઈ.
આ પણ વાંચો: દીકરીની ધરપકડ મામલે DGP રામચંદ્ર રાવે કહ્યુ – રાન્યા અમારી સાથે નહીં રહેતી, આ સમાચારથી આઘાત અને દુઃખ
જયશંકરે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, અમારા દ્વિપક્ષીય આર્થિક સહયોગને આગળ વધારવા અને લોકો-થી-લોકોના આદાનપ્રદાનને વધારવા અંગે ચર્ચા થઈ. પીએમ સ્ટાર્મરે યુક્રેન સંઘર્ષ પર બ્રિટનનો દ્રષ્ટિકોણ પણ શેર કર્યો.