પાકિસ્તાનમાં વિદેશ મંત્રીનો હુંકાર, કહ્યું – આતંક અને વેપાર સાથે-સાથે ન ચાલી શકે
Pakistan: ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર પાકિસ્તાનની મુલાકાતે છે. 23મી SCO કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા જયશંકરે પાકિસ્તાનને તેની જ ધરતી પર અરીસો બતાવ્યો છે. વિદેશ મંત્રીએ કહ્યું કે વિકાસ તરફ આગળ વધવા માટે દેશમાં સ્થિરતા અને શાંતિ હોવી ખૂબ જ જરૂરી છે. જો કે સરહદ પર ચાલી રહેલી આતંકવાદ અને અલગતાવાદ જેવી ગતિવિધિઓ વેપાર, કનેક્ટિવિટી અને ઉર્જા પ્રવાહને ખોરવી રહી છે.
વિદેશ મંત્રીએ શું કહ્યું?
એસસીઓ સમિટને સંબોધતા એસ. જયશંકરે કહ્યું કે જો આપણે ચાર્ટર માટે પ્રતિબદ્ધ રહીશું તો જ અમારા પ્રયત્નો સારા રહેશે. એમાં કોઈ શંકા નથી કે વિકાસ માટે દેશમાં શાંતિની સાથે-સાથે સ્થિરતા હોવી ખૂબ જ જરૂરી છે. વિદેશ મંત્રીએ કહ્યું કે આપણે ત્રણ બુરાઈઓનો હિંમતપૂર્વક સામનો કરવો પડશે. જો સરહદ પર આતંકવાદ, ઉગ્રવાદ અને અલગતાવાદ વધતો રહેશે તો બંને દેશો વચ્ચે વેપાર, ઉર્જા પ્રવાહ અને કનેક્ટિવિટી સ્થાપિત થઈ શકશે નહીં. દેખીતી રીતે જ વિદેશ મંત્રીનું નિશાન પાકિસ્તાનમાં વધી રહેલા આતંકવાદ પર હતું. નામ લીધા વિના તેમણે પાકિસ્તાનને અરીસો બતાવ્યો છે.
યુએનમાં સુધારાનો ઉલ્લેખ
SCO સમિટ દરમિયાન વિદેશ મંત્રીએ સંયુક્ત રાષ્ટ્રમાં ફેરફારની માંગ પણ ઉઠાવી છે. તેમનું કહેવું છે કે યુએનમાં વ્યાપક સુધારાની જરૂર છે. SCO દેશોએ પણ આના પર સાથે આવવું પડશે. આનાથી સર્વસમાવેશક અને લોકતાંત્રિક વિકાસને પ્રોત્સાહન મળશે.
Delivered 🇮🇳’s national statement at the SCO Council of Heads of Government meeting today morning in Islamabad.
SCO needs to be able and adept at responding to challenges facing us in a turbulent world. In this context, highlighted that:
➡️ SCO’s primary goal of combatting… pic.twitter.com/oC2wHsWWHD
— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 16, 2024
વિદેશ મંત્રીની 9 વર્ષ બાદ પાકિસ્તાનની મુલાકાત
તમને જણાવી દઈએ કે 9 વર્ષમાં પહેલીવાર ભારતીય વિદેશ મંત્રી પાકિસ્તાન ગયા છે. આ પહેલા પૂર્વ વડાપ્રધાન સુષ્મા સ્વરાજ 2015માં પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા. ત્યારથી આતંકવાદને લઈને બંને દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. 9 વર્ષ પછી વિદેશ મંત્રીએ પાકિસ્તાન જવાનું નક્કી કર્યું. એસ. જયશંકર ગત સાંજે પાકિસ્તાન પહોંચ્યા ત્યારથી તેમની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.
આ પણ વાંચો: 9 વર્ષ બાદ પાકિસ્તાનની ધરતી પર ભારતીય વિદેશ મંત્રી એસ.જય શંકર, શાહબાઝ શરીફે કર્યું સ્વાગત
SCO શું છે?
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) વિશે વાત કરીએ તો, તેની રચના 15 જૂન 2001ના રોજ શાંઘાઈ ચીનમાં થઈ હતી. ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન, રશિયા, ઉઝબેકિસ્તાન, તાજિકિસ્તાન, કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાન પણ SCOનો ભાગ છે. આ વખતે SCOનું ત્રીજું સંમેલન હતું. જેનું આયોજન પાકિસ્તાનમાં થયું હતું.