ફોર્સ મોટર્સને આ રાજ્યમાંથી મળ્યો 2,429 એમ્બ્યુલન્સનો ઓર્ડર
Force Motors: નવું વર્ષ શરૂ થતાની સાથે ફોર્સ મોટર્સને 2,429 એમ્બ્યુલન્સનો ઓર્ડર મળ્યો છે. નવા વર્ષની શરૂઆતમાં ફોર્સ મોટર્સ લિમિટેડને ઉત્તર પ્રદેશ સરકાર તરફથી મોટો ઓર્ડર આપવામાં આવ્યા છે. આ ઓર્ડરનો અમલ ડિસેમ્બર 2024 થી માર્ચ 2025 વચ્ચે કરવામાં આવશે.
આ પણ વાંચો: વિરાટ કોહલીએ નવા વર્ષમાં બનાવી દીધો આ શરમજનક રેકોર્ડ
યુપી સરકારના આરોગ્ય વિભાગનો નિર્ણય
ફોર્સ મોટર્સે એક નિવેદનમાં કહ્યું કે ફોર્સ મોટર્સ પાસેથી 2429 એમ્બ્યુલન્સ ખરીદવાનો યુપી સરકારના આરોગ્ય વિભાગનો નિર્ણય છે. કંપનીએ કહ્યું કે આ વાહનો ઈમરજન્સી રિસ્પોન્સ ક્ષમતાઓને વધારવા માટે અને લાખો રહેવાસીઓને સમયસર તબીબી સહાય સુનિશ્ચિત કરવામાં ખાસ ભૂમિકા ભજવશે. ફોર્સ મોટર્સનો શેરની વાત કરવામાં આવે તો ર 8.69 ટકા વધીને રૂ. 7,208 પર બંધ થયો હતો.