સોળસો વર્ષ પછી નેકેડ મેન ફેસ્ટિવલમાં મહિલાઓ ભાગ લેશે, શરતો લાગુ
જાપાનમાં યોજાતો naked man festival હાલ ચર્ચામાં છે. તેની પાછળનું કારણ છે કે 1650 વર્ષ પછી આ ફેસ્ટિવલમાં મહિલાઓ ભાગ લેશે. આ ફેસ્ટિવલમાં મહિલાઓને ભાગ લેવાની છૂટ આપવામાં આવી છે. જોકે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે.
શુ રાખવામાં આવી શરત?
નેકેડ મેન ફેસ્ટિવલને હદાકા માત્સૂરી પણ કહેવામાં આવે છે અને આ તહેવાર જાપાનમાં ખૂબ પ્રખ્યાત છે. આ તહેવારમાં હજારો લોકો ભાગ લેતા હોય છે. આ તહેવારનું આયોજન જાપાનના એક મંદિર દ્વારા કરવામાં આવે છે. મહિલાઓ હવે ભાગ લેશે જેના કારણે શરત મૂકવામાં આવી છે તહેવાર દરમિયાન તેઓ સંપૂર્ણ કપડાં પહેરશે અને પુરુષોથી અંતર જાળવી રાખશે. આ નિર્ણયને ઐતિહાસિક ગણાવવામાં આવી રહ્યો છે.
આ પણ વાચો: ગેરકાયદેસર સોનાની ખાણમાં 70થી વધુ જિંદગી દફન, બચાવ કાર્ય ચાલુ
લિંગ સમાનતા માટે મોટું પગલું
આ તહેવાર આ વર્ષે તારીખ 22 ફેબ્રુઆરીએ 2024ના યોજાશે, જેમાં 10 હજાર સ્થાનિક પુરુષો ભાગ લે તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. મહિલાઓની વાત કરવામાં આવે તો આ વર્ષના 40 મહિલાઓને ઉત્સવની વિધિમાં ભાગ લેવાની પરવાનગી આપવામાં આવી છે. ધાર્મિક વિધિ જે કરવામાં આવે છે તેમાં પુરુષો મંદિરની આસપાસ દોડે છે અને પોતાને શુદ્ધ કરે છે. તમને જણાવી દઈએ કે કોરોના મહામારીના કારણે છેલ્લા 3 વર્ષથી આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું નથી. આ વર્ષના આયોજન કરવામાં આવશે. આ પરંપરાને તોડવી જાપાન માટે લિંગ સમાનતાની દિશામાં એક મોટું પગલું કહી શકાય. મહિલાઓને આ તહેવારમાં સમાવેશ કરીને સ્ત્રી અને પુરુષ વચ્ચેના ભેદભાવને દુર કરવામાં આવશે.
સાઉદીમાં શરાબ
સાઉદી અરેબિયામાં 70 વર્ષ જૂનો ઈતિહાસ બદલવા જઈ રહ્યો છે. જેમાં પહેલીવાર દારૂની દુકાન ખોલવામાં આવશે. આ સ્ટોર વિશિષ્ટ રીતે બિન-મુસ્લિમ રાજદ્વારીઓને સેવા આપશે. મીડિયા રિપોર્ટ્સમાં આપેલી માહિતી અનુસાર ગ્રાહકોએ દારૂ ખરીદવા માટે એક એપ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ પછી વિદેશ મંત્રાલય પાસેથી ક્લિયરન્સ કોડ મેળવવાનો રહેશે. ખાસ વાત એ છે કે ગ્રાહકો મર્યાદિત માત્રામાં જ દારૂ ખરીદી શકશે. સાઉદી અરેબિયામાં 1950 ના દાયકાની શરૂઆત થતાની સાથે દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સાઉદી અરેબિયાના સ્થાપક અને તે સમયના રાજા અબ્દુલ અઝીઝે 1951ની એક ઘટના બાદ તેનું વેચાણ અટકાવી દીધું હતું. જતમને જણાવી દઈએ કે મુસ્લિમ માટે દારૂ નાપાક ગણવામાં આવે છે.
આ પણ વાચો: યુક્રેનિયન કેદીઓને લઈ જતું રશિયન વિમાન ક્રેશ, તમામ કેદીઓના મોત