November 5, 2024

37 વર્ષથી અમદાવાદથી અંબાજીની અવિરત પદયાત્રા કરતાં માઈભક્ત

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. લાખો પદયાત્રીઓ અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે, અરવલ્લીની ગિરિમાળાઓ જય અંબેના નાદથી ગુંજી ઊઠી છે. કોઈ માનતા પૂરી કરવા જાય છે. તો, કોઈ વર્ષો જૂની પ્રથા પ્રમાણે પદયાત્રા કરે છે. તો છેલ્લા 37 વર્ષથી અવિરત પદયાત્રા કરનાર ભક્તો પણ પદયાત્રા કરી રહ્યા છે.

ભાદરવી પૂનમના મહા મેળામાં પદયાત્રીઓ અવિરત પણે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે સમગ્ર ગુજરાતમાંથી લાખો પદયાત્રા પદયાત્રા કરીને મા અંબાના ચરણોમાં પહોંચે છે જોકે છેલ્લા 37 વર્ષથી અવિરીત પદયાત્રા કરી અને વિચલિત થયા વગર માઈભક્ત પદયાત્રા કરે છે. અમદાવાદના એક માઈ ભક્ત છે પંકજ નાગર જેઓએ 1988 થી આપવા યાત્રા શરૂ કરી હતી અને 2024 સુધી આવીરીત પદયાત્રા કરી છે.

પદયાત્રાળુ પંકજભાઈ નાગર છેલ્લા 37 વર્ષથી પદયાત્રા કરે છે અને કોરોનાની મહામારી અથવા બીમાર હોય સાજા માંદા હોય અનેક મુશ્કેલીઓ પણ આવી પરંતુ તેમની પદયાત્રા ક્યારે અટકી નથી અને જેને કારણે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં તેમને સ્થાન મળ્યું છે ત્યારે અનેક માઇ ભક્તો પણ પદયાત્રા કરી પોતાની માનતા બાધા પૂરી કરવા અંબાજી પહોંચે છે અને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે.

નાચતા ગાતા અને માના રથ સાથે માઈ ભક્તો અંબાજી તરફ આગળ વધી રહ્યા છે ચહેરા પર સહેજ પણ થાક નથી અને 200 250 કિલોમીટર 400 કિલોમીટર દૂરથી પદયાત્રા કરી અને મા અંબાના ચરણોમાં શીશ નમાવે છે ત્યારે દાતાથી અંબાજી માર્ગ પર અરવલ્લીની ગિરિમાળાઓ આ માઇ ભક્તો ના નાદ સાથે ગુંજી ઊઠી છે અને ગિરિમાળાઓના કઠણ ચઢાણ ચઢીને પણ માના રથ સાથે અંબાજી પહોંચવાની તત્પરતા છે અને માના ચરણોમાં આવવાની ઉત્સુકતા છે ત્યારે અંબાજી તરફના માર્ગો પર શ્રદ્ધાનો સાગર હિલોળે ચડ્યો છે અને પદયાત્રીઓ પદયાત્રા કરી રહ્યા છે