January 18, 2025

હજુ પણ 1 દિવસ બાકી, આ કામ કરી મેળવો ટેક્સમાં છૂટ

Tax Saving Tips: નાણાકીય વર્ષ 2023-24 થોડા જ દિવસોમાં પૂરો થઈ રહ્યો છે. એવામાં જો તમે જૂના ટેક્સ રિજિમ પસંદ કરી રહ્યા છો અને તમે ટેક્સની બચત માટે રોકાણ કરવાનો વિકલ્પ પસંદી કરી રહ્યા છો તો આજે અમે તમારા માટે કેટલીક ટિપ્સ લઈને આવ્યા છીએ. જેમાં રોકાણ કરવાથી તમે સારા રિટર્નની સાથે ટેક્સની બચત કરી શકો છો. નોંધનીય છે કે, 31 માર્ચે રવિવાર હોવા છતાં બેંકો ચાલુ રહેશે. આથી જો તમે હજું પણ કોઈ જગ્યાએ રોકાણ ન કર્યું હોય તો તમારી પાસે હજી 1 દિવસનો સમય છે.

નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) માં રોકાણ કરો
નેશનલ પેન્શન સિસ્ટમ એક એવી સ્કીમ છે. જેમાં રોકાણ કરીને તમે તમારી નિવૃત્તિ માટે મોટું ફંડ તૈયાર કરી શકો છો. આ સાથે તમને એનપીએસમાં રોકાણ કરીને ટેક્સ છૂટનો લાભ પણ મળશે. આવકવેરાની કલમ 80C હેઠળ 1.50 લાખ રૂપિયાના રોકાણ પર આ છૂટ મળશે.

આ પણ વાંચો: શનિવાર-રવિવારે ચાલુ રહેશે ઇન્કમ ટેક્સની ઓફિસ

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) માં રોકાણ કરો
PPF એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પણ એક એવી સ્કીમ છે. જેમાં રોકાણ કરવાથી તમને લાંબા ગાળે મજબૂત ફંડની સાથે ટેક્સ બચતનો લાભ મળે છે. આ સ્કીમ હેઠળ તમે દર વર્ષે રૂ. 500 થી રૂ. 1.50 લાખ સુધીનું રોકાણ કરી શકો છો. આ યોજનાનો લોક ઇન પીરિયડ 15 વર્ષનો છે. આ યોજનામાં રોકાણ કરવાથી તમને આવકવેરાની કલમ 80C હેઠળ 1.50 લાખ રૂપિયાની છૂટ મળે છે.

તમે વીમા પ્રીમિયમ દ્વારા કર મુક્તિ મેળવી શકો છો
જો તમે 31 માર્ચ, 2024 સુધી વીમા પ્રીમિયમ ચૂકવ્યું છે, તો તમે આ નાણાકીય વર્ષ માટે કર મુક્તિ માટે તેનો દાવો કરી શકો છો. આવકવેરાની કલમ 80C હેઠળ વીમા પ્રીમિયમ પર રૂ. 1.50 લાખ સુધીની છૂટનો દાવો કરી શકાય છે. આ મુક્તિનો દાવો જૂની કર વ્યવસ્થા હેઠળ કરી શકાય છે.

ટેક્સ સેવિંગ FD
ટેક્સ સેવિંગ FD રોકાણ માટે સારો વિકલ્પ છે. આ સ્કીમમાં રોકાણ કરીને તમે સારા વળતરની સાથે સાથે ટેક્સ મુક્તિનો દાવો કરી શકો છો. સામાન્ય રીતે તમામ બેંકો ગ્રાહકોને 5 વર્ષની ટેક્સ સેવિંગ એફડીનો વિકલ્પ આપે છે. આ સ્કીમ હેઠળ તમે 1.50 લાખ રૂપિયાની ટેક્સ છૂટનો દાવો કરી શકો છો.