January 5, 2025

FOGમાં ડ્રાઇવિંગ કરતી વખતે આ ભૂલો ના કરો

FOG Driving Tips: શિયાળાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે. શિયાળામાં રસ્તાઓ ઉપર ગાઢ ધુમ્મસ જોવા મળે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે FOG માં ડ્રાઇવિંગ કરતી વખતે કઈ ભૂલો ના કરવી જોઈએ. આવો જાણીએ.

વાહનને તમારી લેનમાં રાખો
શિયાળાની સિઝનમાં તમારા વાહનને તમારી લેનમાં રાખો. તમારી લેનમાં રહેવાથી રસ્તા પરથી જવાનું કે બીજા વાહન સાથે અથડાવાનું જોખમ ઓછું થઈ જાઈ છે.

ઓવરટેકિંગ ના કરો
શિયાળામાં ગાઢ ધુમ્મસ હોય છે જેના કારણે રસ્તા પર વાહન ચલાવતી વખતે ઓવરટેક કરવાની ભૂલ ના કરો. હમેંશા વાહન ચલાવતી વખતે ધીરજ રાખો અને સુરક્ષિત રીતે આગળ વધો.

ડ્રાઇવરને જોવાનું મુશ્કેલ
ગાઢ ધુમ્મસ હોય તે સમયે ડ્રાઇવિંગ કરતી વખતે ડ્રાઇવરો માટે તેમની લાઇટને હાઇ બીમ પર સેટ કરવી સામાન્ય છે. ધ્યાનમાં રાખો કે જ્યારે રસ્તા પર વિઝિબિલિટી 100 મીટરથી ઓછી હોય, ત્યારે તમારે હેડલાઇટને ઓછી બીમ પર સેટ કરો.

સફાઈ પ્રત્યે બેદરકારી રાખો નહીં
જો તમે તમારા વાહનની સફાઈ માટે બેદરકારી રાખો છો તો તમને ધુમ્મસમાં મુશ્કેલી થઈ શકે છે. જેના કારણે ઘરેથી જ્યારે નિકળો છો ત્યારે તમારી કારના કાચને સારી રીતે સાફ કરો. બારીઓ પણ સાફ રાખો.

આ પણ વાંચો: ફેસ્ટિવ સિઝનને કારણે ઓક્ટોબરમાં ઓટોના વેચાણમાં થયો વધારો

વધુ ઝડપે વાહન ચલાવશો નહીં
કોઈ પણ સમયમાં વાહન ઝડપ વધારે ચલાવવું જોઈએ નહીં. તેમાં પણ ગાઢ ધુમ્મસ હોય તો તે સમયે ઝડપથી વાહન ચલાવશો જ નહીં. ધુમ્મસના કારણે તમને આગળનું વાહન દેખાશે નહીં અને તમે તમારી કારની ઝડપ વધારશો. પરંતુ એવું હોતું નથી. ધુમ્મસના કારણે આગળની કાર જોવા મળે નહીં. જેના કારણે અકસ્માતની સંભાવનાઓ વધી જાઈ છે.