July 1, 2024

ઊડતી સવારી

Special Prime 9 with Jigar: દુનિયાભરનાં શહેરોમાં બમ્પરથી બમ્પર સુધી ટ્રાફિક જોવા મળે છે. અમદાવાદ હોય કે સુરત કે પછી વડોદરા, આ શહેરોનાં DNAમાં જ ટ્રાફિક જામની સમસ્યા છે. આજે આ સમસ્યાના એક ઉકેલની વાત કરીશું. અલબત્ત એ ઉકેલ મોંઘોદાટ છે. અમે એર ટેક્સીની વાત કરી રહ્યા છીએ. એક વખત આ એર ટેક્સી ફુલફ્લેજ્ડમાં દોડવા, સોરી ઊડવા લાગશે તો ટ્રાફિક જામ ભૂતકાળની બાબત બની જશે. આપણા ભારતમાં પણ ટૂંક સમયમાં ફ્લાઇંગ ટેક્સી ઊડતી જોવા મળશે.

અમે તમને ફ્લાઇંગ ટેક્સીની જર્ની પર લઈ જઈ રહ્યા છીએ ત્યારે સૌથી પહેલું સ્ટોપ ચોક્કસ જ આપણું ભારત છે. ભારતમાં ટૂંક જ સમયમાં જ ફ્લાઇંગ ટેક્સી અવેલેબલ રહેશે. ટૂંક સમયમાં એટલે કે, અમારો કહેવાનો અર્થ એ છે કે છથી સાત મહિના. અમે તમને એના વિશે આપીશું જાણકારી.

સ્ટોપેજઃ ભારત

  • IIT-મદ્રાસની પહેલ છે ePlane કંપની.
  • ePlane કંપની દ્વારા ડેવલપ કરાઈ ePlane e200.
  • ePlane e200 એક ટુ-સીટર એરક્રાફ્ટ.
  • ePlane e200 ભારતની પહેલી ઇલેક્ટ્રિક એર ટેક્સી.
  • પાઇલટ સહિત બે જણ બેસી શકશે.
  • 200 કિલોનો સામાન મૂકી શકાશે.
  • પ્રોફેસર સત્ય ચક્રવર્તી મુજબ પહેલી ફ્લાઇટ ઓક્ટોબર કે નવેમ્બરમાં.
  • ઇન્ટરનેશનલ સેફ્ટી ગાઇડલાઇન્સનું પાલન કરવાનો દાવો.
  • એક વખત રિચાર્જ કરવાથી 200 કિલોમીટરની મુસાફરી.
  • ટોપ સ્પીડ 200 કિલોમીટર પ્રતિ કલાક.
  • 2017માં ePlane કંપનીની સ્થાપના થઈ હતી.
  • આ પહેલ બદલ આનંદ મહિન્દ્રાએ IIT મદ્રાસની કરી પ્રશંસા

આવનારાં વર્ષોમાં એક શહેરમાંથી બીજા શહેરમાં જવાની રીત પણ સંપૂર્ણપણે બદલાઈ શકે છે. ફ્લાઇંગ ટેક્સીની આ જર્નીમાં હવે પછી અમે તમને સ્લોવાકિયાની માહિતી આપીશું.

સ્ટોપેજઃ સ્લોવાકિયા

  • માર્ચ 2022માં સ્લોવાકિયાની કંપનીએ ફ્લાઇંગ ટેક્સી તૈયાર કરી.
  • એરોમોબિલ કંપની એને ગણાવે છે સૌપ્રથમ ફોર-સીટર ફ્લાઇંગ ટેક્સી.
  • એરોમોબિલની એએમ નેક્સ્ટ હાફ સુપરકાર, હાફ લાઇટ પ્લેનનું બીજું મોડેલ.
  • 2027માં લોન્ચ કરવાનું પ્લાનિંગ.
  • આ ફ્લાઇંગ ટેક્સીમાં લોકો કામ કરી શકશે કે વ્યૂ એન્જોય કરી શકશે

દુબઈમાં એર ટેક્સી સર્વિસના ફીલ્ડમાં ખૂબ જ પ્રગતિ કરવામાં આવી છે.

સ્ટોપેજઃ દુબઈ

  • દુબઈમાં 2025ના અંત સુધીમાં ફ્લાઇંગ ટેક્સી ઉડાન ભરશે.
  • પેસેન્જર દીઠ 350 દિરહામ એટલે કે 8000 રૂપિયાનું ભાડું.
  • દુબઈ એરપોર્ટથી પામ જુમેરાહ બાય રોડ પહોંચતા 45 મિનિટ લાગે.
  • એર ટેક્સીમાં આટલું અંતર 12 મિનિટમાં કાપી શકાશે.
  • આ ફ્લાઇંગ ટેક્સીમાં પાઇલટ સિવાય ચાર જણ બેસી શકશે.
  • અમેરિકાની કંપની જોબી દ્વારા ફ્લાઇંગ ટેક્સી શરૂ કરાશે.
  • અંતર લાંબુ હશે તો એક હજાર મીટરની ઉંચાઈએ ઉડાન.
  • અંતર ઓછું હશે તો 100થી 500 મીટરની ઉંચાઈએ ઉડાન.
  • એક પેસેન્જર હશે તો પણ એર ટેક્સી ઉપડશે.
  • આ એર ટેક્સી માત્ર 5 મિનિટમાં ફુલ્લી ચાર્જ થઈ જાય.

અમેરિકાની કંપની જોબીએ એની આ ઇલેક્ટ્રિક એર ટેક્સીને દુબઈ પહેલાં અમેરિકામાં જ ઉડાવી હતી. એટલે અમે તમને અમેરિકાની માહિતી આપીશું. અમેરિકાએ ફ્લાઇંગ ટેક્સી માટે એડ્વાન્સ્ડ એર મોબિલિટી ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન અમલમાં મૂક્યો છે.

સ્ટોપેજઃ અમેરિકા

  • જોબીની એર ટેક્સીએ ગયા વર્ષના અંતમાં ન્યૂ યોર્કમાં ભરી હતી ઉડાન.
  • એરક્રાફ્ટે મેનહેટનથી ભરી હતી ઉડાન.
  • ન્યૂ યોર્કના મેયરે પણ આપ્યું હતું પ્રોત્સાહન.
  • આ એર ટેક્સીથી ધ્વનિ પ્રદૂષણ વધુ ન થાય એનો ખાસ ખ્યાલ.
  • એપ મારફત રાઇડ બૂક કરાવી શકાશે

હવે, અમે તમને અમેરિકાના પાર્ટનર ઇઝરાયલની માહિતી આપીશું. ઇઝરાયલ આમ તો સુરક્ષા માટેના ડ્રોન્સનું સારું ઉત્પાદન કરે છે. જોકે, એર ટેક્સીમાં પણ આ દેશ અગ્રેસર છે.

સ્ટોપેજઃ ઇઝરાયલ

  • ઇઝરાયલે ગયા વર્ષે જ એર ટેક્સી માટે ટ્રાયલ્સ કરી હતી.
  • પેસેન્જર્સ અને માલસામાનના ટ્રાન્સપોર્ટેશનનો હેતુ.
  • સરકાર દ્વારા પાઇલટ પ્રોજેક્ટ.
  • ઇઝરાયલ ડ્રોન ઇનિશિયેટિવ નામના પ્રોજેક્ટનો અમલ.
  • સમગ્ર ઇઝરાયલમાં એર ટેક્સીનું નેટવર્ક તૈયાર કરાશે.
  • જેથી રસ્તાઓ પર ટ્રાફિક જામની સમસ્યા જ ન રહે.
  • આ એર ટેક્સીમાં 220 કિલો સુધીના માલસામાન લઈ જઈ શકાશે.
  • ઇઝરાયલની એર ટેક્સીની રેન્જ 160 કિલોમીટર.

હવે, અમે તમને ચીનની માહિતી આપીશું. ચીનના લોકોનું ફ્લાઇંગ ટેક્સી માટેનું સપનું પણ સાકાર થવા જઈ રહ્યું છે. અહીં વેહિકલ મેન્યુફેક્ચરર ઇહેંગને ચીનમાં ફ્લાઇંગ ટેક્સીનું ઉત્પાદન કરવા માટે મંજૂરી મળી ગઈ છે. તમને ખ્યાલ જ હશે કે, ચીન અને અમેરિકા કટ્ટર દુશ્મન છે. વાત ફ્લાઇંગ ટેક્સીની છે તો એના કોમર્શિયલ ઉત્પાદનમાં ચીન અમેરિકાને પાછળ છોડી શકે છે.

સ્ટોપેજઃ ચીન

  • ઇહેંગની ફ્લાઇંગ ટેક્સીનું નામ EH216-S.
  • આ ઇલેક્ટ્રિક એર ટેક્સીમાં પાઇલટની જરૂર જ નથી.
  • મોટા પાયે પ્રોડક્શન કરવા માટે કંપનીને મળી મંજૂરી.
  • આ એર ટેક્સીની સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાક.
  • મેક્સિમમ 10,000 ફૂટની ઊંચાઈ સુધી ઉડાન ભરી શકશે.
  • આ ફ્લાઇંગ ટેક્સીમાં છે 16 પ્રોપેલર્સ.
  • મુસાફરોના ટ્રાન્સપોર્ટેશન માટે જ ડિઝાઇન કરાયું.
  • બે વ્યક્તિ બેસી શકશે.
  • ઑટોનોમિક ડ્રાઇવિંગ સિસ્ટમના કારણે પાઇલટની જરૂર નહીં.
  • માણસો વિના અને માણસો સાથે એનું અનેક વખત પરીક્ષણ.

જુદા-જુદા દેશો ફ્લાઇંગ ટેક્સી પર પૂરેપૂરું ફોકસ કરી રહ્યા છે. એટલે આગામી સમયમાં આકાશમાં ટ્રાફિક જામની સમસ્યા થઈ શકે છે. સ્પેરિકલ ઇનસાઇટ્સ એન્ડ કન્સલ્ટિંગ નામની સંસ્થાએ ફ્લાઇંગ ટેક્સી મામલે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. આ સંસ્થાએ એના માટે ઉબેર, ગલ્ફસ્ટ્રીમ, એરબસ બીચક્રાફ્ટ અને જોબી એવિએશન સહિત અનેક કંપનીઓને કવર કરી છે. આ કંપનીઓ ફ્લાઇંગ ટેક્સી બનાવી રહી છે.

ફ્લાઇંગ ટેક્સીનું માર્કેટ

  • 2023માં દુનિયામાં ફ્લાઇંગ ટેક્સીનું બજાર કદ 3.76 અબજ ડૉલર.
  • 2033 સુધીમાં બજાર કદ 17.08 અબજ થઈ જશે.
  • ફોર સીટ કરતાં ડબલ સીટવાળી ફ્લાઇંગ ટેક્સી વધારે.
  • ઓટોનોમસ, સેમી ઓટોનોમસ અને મેન્યુઅલ એમ ત્રણ પ્રકારની ફ્લાઇંગ ટેક્સી.

આગામી સમયમાં કયા દેશોમાં ફ્લાઇંગ ટેક્સી ઉડતી જોવા મળશે એની પણ અમે તમને વિગતો આપીશું.

અહીં જોવા મળશે ફ્લાઇંગ ટેક્સી

– ઉત્તર અમેરિકા
અમેરિકા, કેનેડા અને મેક્સિકો

– યુરોપ
જર્મની, UK, ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, રશિયા

– એશિયા પેસેફિક
ચીન, જપાન, ભારત, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા

– દક્ષિણ અમેરિકા
બ્રાઝિલ, આર્જેન્ટિના

– મિડલ ઇસ્ટ અને આફ્રિકા
UAE, સાઉદી અરેબિયા, કતાર, સાઉથ આફ્રિકા

આ તમામ દેશો ફ્લાઇંગ ટેક્સી પર ભાર આપી રહ્યા છે એના માટે કેટલાંક કારણો છે. સૌથી મુખ્ય કારણ તો ટ્રાફિક જામથી રાહતનું જ છે. અમે તમને ફ્લાઇંગ ટેક્સીના ફાયદા જણાવીશું.

ફ્લાઇંગ ટેક્સીના ફાયદા

  • લગભગ તમામ એર ટેક્સી ઇલેક્ટ્રિક હોવાના કારણે પર્યાવરણને લાભ.
  • એર ટેક્સી માટે રનવેની જરૂર નથી.
  • અત્યંત ગીચ વિસ્તારોમાં પણ એર ટેક્સી લેન્ડ અને ટેકઓફ કરી શકે.
  • અનેક એર ટેક્સી ઓટોનોમસ હોવાથી પાઇલટની જરૂર નહીં.
  • પાઇલટલેસ એર ટેક્સીમાં હોય છે વિશેષ ટેક્નોલોજી.
  • એડ્વાન્સ્ડ સેન્સર્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓટોનોમસ ટેક્નોલોજીનું ફ્યૂઝન.
  • ફ્લાઇંગ ટેક્સીથી સમયની બચત થશે.
  • સમયની બચત થતાં પ્રોડક્ટિવિટી વધશે.
  • અત્યારના ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમની સાથે ફ્લાઇંગ ટેક્સીને જોડવાના પ્રયાસો.
  • ફ્લાઇંગ ટેક્સીની સાથે બસ કે મેટ્રોની કનેક્ટિવિટી માટે પણ વિશેષ પ્રયાસો.

ફ્લાઇંગ એર ટેક્સી માટે કઈ ખાસ જરૂરિયાતો કઈ હશે તેની માહિતી પણ અમે તમને આપીશું.

ફ્લાઇંગ ટેક્સી માટેની જરૂરિયાતો

  • ટેકઓફ અને લેન્ડિંગ માટે ચોક્કસ જગ્યાની જરૂર પડશે.
  • આવી જગ્યાઓને સ્કાયપોર્ટ્સ કહેવામાં આવે છે.
  • સ્કાયપોર્ટ્સ કોઈ બિલ્ડિંગની છત પર પણ હોય શકે.
  • ફ્લાઇંગ ટેક્સી માટે એર ટ્રાફિક મેનેજમેન્ટની જરૂર પડશે.
  • સ્પેશ્યલાઇઝ્ડ સિસ્ટમનો અમલ કરવાની જરૂર પડશે.
  • ઇમર્જન્સી મેડિકલ સર્વિસ તરીકે ઉપયોગ થઈ શકશે.
  • અર્બન પ્લાનિંગમાં ફ્લાઇંગ ટેક્સીને ધ્યાનમાં રાખવું પડશે.

ફ્લાઇંગ ટેક્સીમાં ખાસ કેમેરા ફિટ કરી શકાશે. જેનાથી વાતાવરણમાં શું થઈ રહ્યું છે એનો ખ્યાલ આવી શકે. એ સિવાય સુરક્ષાની દૃષ્ટિએ પણ એ કેમેરાનો ઉપયોગ થઈ શકશે. એટલે કે, આકાશમાંથી ધરતી પર નજર રાખવા માટે એ ઉડતા સીસીટીવી હશે. સમગ્ર દુનિયા જાણે ફ્લાઇંગ ટેક્સી માટે ખૂબ જ આતુર હોવાનું જણાય છે. હકીકત એ છે કે, દુનિયાના લગભગ તમામ દેશો આ મામલે ખૂબ જ સાવધાની રાખી રહ્યા છે. એટલે જ ફ્લાઇંગ ટેક્સીના પ્રોટોટાઇપ તો વર્ષો પહેલાં બની ચૂક્યા છે. જોકે, સામાન્ય લોકો માટે એના ઉપયોગ માટે મંજૂરી આપતાં સરકારો ખૂબ જ સમય લઈ રહી છે. આકરા રેગ્યુલેશન્સ લાદવામાં આવ્યા છે. જેથી માણસોના જીવને કોઈ ખતરો ના રહે. સરકારોની જેમ લોકોને પણ સુરક્ષાની ચિંતા સતાવી રહી છે. એટલા માટે જ ફ્લાઇંગ ટેક્સીના માર્કેટને સંપૂર્ણપણે ડેવલપ થતાં થોડોક સમય લાગી જશે.