April 30, 2024

‘ફરી રિલીઝ થઇ બે છોકરાની ફ્લોપ ફિલ્મ’, PMએ રાહુલ-અખિલેશ પર કર્યો કટાક્ષ

PM Modi Attacked Congress-SP: PM નરેન્દ્ર મોદીએ શનિવારે (6 એપ્રિલ) સહારનપુરમાં ચૂંટણી રેલી દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પર એક સાથે પ્રહારો કર્યા હતા. તેણે કહ્યું છે કે ‘બે છોકરાઓની ફ્લોપ ફિલ્મ’ ફરી રિલીઝ થઈ છે. પીએમ મોદીએ મંચ પરથી પોતાના સંબોધનની શરૂઆત રામ-રામથી કરી હતી, ત્યારબાદ વિપક્ષી પાર્ટીઓના ઈન્ડિયા એલાયન્સના નેતાઓ પર આંકરા પ્રહાર કર્યા હતા.

સપાએ દર કલાકે ઉમેદવારો બદલવા પડે છે
વડાપ્રધાન મોદી સહારનપુરમાં જૂના રાધાસ્વામી સત્સંગ ભવનના પરિસરમાં આયોજિત જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. વિપક્ષ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષ સત્તા મેળવવા માટે તડપી રહી છે. વિપક્ષો અમારી સીટો ઘટાડવા માટે ચૂંટણી લડી રહ્યા છે. સપાએ દર કલાકે પોતાના ઉમેદવારો બદલવા પડે છે અને કોંગ્રેસને તો કોઇ ઉમેદવાર જ નથી મળી રહ્યો, બે છોકરાઓની ફ્લોપ ફિલ્મ આ લોકોએ ફરી રીલીઝ કરી છે.

આ વિકસિત ભારતની ચૂંટણી છે: પીએમ મોદી
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ભારતની તસવીર એક વિકસિત દેશ તરીકે બદલાઈ ગઈ છે. સમગ્ર વિશ્વમાં દેશની ઉજવણી કરવામાં આવી રહી છે. 2024ની ચૂંટણી એ માત્ર સરકાર બનાવવાની ચૂંટણી નથી, પરંતુ આ ચૂંટણી વિકસિત ભારત બનાવવાની છે.