January 1, 2025

પૂર્ણા નદીના પુરમાં ઘરવખરી તણાઈ, મહિલાએ આંસુ સારતા જણાવી આપવીતી

નવસારી: પૂર્ણા નદીના પુર નવસારી શેહેરના 30 ટકા વિસ્તારને બાનમાં લીધો હતો. જેમાં નીચાણવાળા વિસ્તારોમાં પુરના પાણી ભરાયાં હતાં અને અનેક રહીશો બેહાલ થયા હતા. જેમાં ન્યૂઝ કેપિટલની ટીમ ભેસ્તખાડા વિસ્તારમાં ગઈ હતી. જ્યાં પુરની તબાહીમાં મહિલાએ પોતાની આપવીતી જણાવી હતી, ત્યાં જ મહિલાએ રડતા-રડતા તેને સહાય મળે એવી આશા વ્યકત કરી હતી.

પૂર્ણા નદીના પુરમાં ગરીબ અને શ્રણજીવી પરિવારો મોટી મુશ્કેલીનમાં મૂકાયા છે. પુરના પાણીમાં ઘર, સામન અને ઘરવખરી તબાહ થઈ જતા મહિલાના આંસુ સ્પષ્ટ બતાવી રહ્યા છે કે આ મહિલાના પરિવાર પર કેટલી મોટી મુશ્કેલી આવી ગઈ છે. મહિલાએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે,‘ઘરવખરી તબાહ થઈ ગઈ અને એમને હવે માત્ર આસુ જ સહારો બન્યો હોય એવું લાગી રહ્યું છે. ઘરવખરી પાણીમાં સ્વાહા થઈ ગયું છે. જેથી મોટી નુકશાની શ્રમજીવી પરિવારના ભોગવી રહી છે. આ સિવાય પણ ભેસ્તખાડા વિસ્તારના રહીશો સહાય અને પાલિકા સફાઈ ઝુંબેશ ચલાવે એવી માંગણી કરી રહ્યા છે.

ગુજરાતમાં 2,700 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નવસારી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા નદી 23 ફૂટના જોખમના નિશાનથી પાંચ ફૂટ ઉપર વહી રહી છે. જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા એસ એગ્રેએ જણાવ્યું હતું કે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે 2,200 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

ગુજરાતમાં મુશળધાર વરસાદ વચ્ચે નવસારી જિલ્લામાં પાણીનો ભરાવો થયો છે. જેના કારણે જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાની કામગીરી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને સોંપવામાં આવી છે. જે બાદ NDRFની ટીમે પાણીમાં ડૂબેલા વિસ્તારોમાંથી 30 લોકોને બહાર કાઢ્યા હતા. જેમાં એક બીમાર મહિલા અને એક બાળકનો પણ સમાવેશ થાય છે. એનડીઆરએફની ટીમ હજુ પણ બચાવ કાર્યમાં લાગેલી છે.