January 14, 2025

જામનગરના 5 તાલુકાઓમાં મેઘતાંડવથી ખેડૂતોને ભારે નુકસાની, હવે સરકારી સહાયની આશા

સંજય વાઘેલા, જામનગર: ત્રણ દિવસ સમગ્ર ગુજરાત સહિત જામનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી. જામનગર જિલ્લામાં અતિ ભારે વરસાદના કારણે જળ હોનારતની સ્થિતિ સર્જાઇ હતી. શહેર ગામડાઓમાં પાણી ફરી વળ્યા હતા. જોકે વરસાદ બંધ થતા છે પાણી ઓસરી ગયા છે પરંતુ ધરતીપુત્રો હાલ ચિંતામાં મુકાયા છે. ભારે વરસાદના કારણે મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાય છે.

સમગ્ર જામનગર જિલ્લામાં પાંચ તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. મોટાભાગના તાલુકાઓમાં ખેતીને ખૂબ જ નુકસાન પહોંચ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. લાલપુર, ધ્રોલ જામજોધપુર, જોડિયા તાલુકામાં મોટા પાયે ખેતીને નુકશાન થયું છે. ખેડૂતોનું કહેવું છે કે મોંઘો મોંઘુ બિયારણ લાવીને તેઓએ વાવણી કરી હતી પરંતુ વરસાદને કારણે સમગ્ર પાકનું ધોવાણ થઈ ગયું છે.

આ પણ વાંચો: રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં 4 હજાર શિક્ષકોની ભરતી, શિક્ષણ મંત્રીની જાહેરાત

ભારે વરસાદને કારણે ખેડૂતોના જે ખેતરો છે તે પણ ધોવાઈ ગયા છે, ખેતરોમાં મોટાભાગે મગફળી અને કપાસના પાકમાં ખૂબ જ નુકસાન પહોંચ્યું છે. મગફળી અને કપાસ તદ્દન જમીનદોસ્ત થઈ ગયો છે. તો, ખેતરોમાં પણ પાણી ભરાયું હોય તેવું નજરે પડી રહ્યું છે. ખેડૂતોનું કેવું છે કે અમે વાવણી સમયે ઉછીના પૈસા લઈને બિયારણ ખરીદ્યું હતું પરંતુ હવે જે કુદરતી આફત આવનારને કારણે અમે લાચાર બન્યા છીએ. અમારી એક જ આશા છે સરકાર, વહેલી તકે સર્વે કરીને સરકાર દ્વારા અમોને સહાય ચૂકવવામાં આવે તો અમને થોડી ઘણી રાહત થશે.

બે દિવસ પડેલા અતિભારે વરસાદને કારણે સમગ્ર ગુજરાતમાં મોટાપાયે જાનહાની પહોંચી છે. તો સૌથી વધારે નુકસાન ખેડૂતોને જઈ રહ્યું છે. ખેડૂતોનો ઉભો પાક જમીન દોસ્ત થઈ ગયો છે ખેતરોમાં પાણી ભરાયા છે તો જમીનનું પણ ધોવાણ થઈ ગયું છે, ખેડૂતોની હાલ એક જ માંગ છે કે વહેલી તકે સરકાર દ્વારા તેમને સહાય ચૂકવવામાં આવે.