December 19, 2024

IPL 2024 Final: સનરાઈઝર્સ હૈદરાબાદની હારના 5 કારણો

IPLની 17મી સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ફાઇનલમાં જીત પ્રાપ્ત કરી લીધી છે. કોલકાતાની ટીમે હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું હતું. કોલકાતાની ટીમે 10 વર્ષ પછી IPL ટ્રોફી જીતી છે. અત્યાર સુધીમાં કોલકાતા નાઈટ રાઈડર્સે આ ત્રીજી વખત ટાઈટલ જીત્યું છે. પરંતુ 5 કારણ છે જેના કારણે સનરાઈઝર્સ હૈદરાબાદને હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. આવો જાણીએ આ 5 કારણો શું છે.

પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય
ફાઇનલમાં ટોસ જીત્યા બાદ પેટ કમિન્સે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય આગળ જઈને ખોટો સાબિત થયો હતો. જો બોલિંગ કરવાનો નિર્ણય પહેલા લીધો હોત તો કદાચ આ મેચ જીતવામાં સફળ રહેત.

ઓપનર કામ કરતા નથી
ઓપનર અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રાખવામાં આવી હતી. પરંતુ અફસોસ બંને બેટ્સમેન પહેલી અને બીજી ઓવરમાં આઉટ થઈ ગયા હતા.

બોલરોએ હાર સ્વીકારી
એક તરફ કેકેઆરના બોલરોએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. બીજી બાજૂ હૈદરાબાદના બોલરોએ જાણે હાર માની ગયા હોય તેવું મેચ દરમિયાન જોવા મળી રહ્યું હતું. મહત્વની વાત એ હતી કે સ્કોર ઘણો નાનો હતો અને પીચ પણ ધીમી બની ગઈ હતી. તેમ છતાં હૈદરાબાદના બોલરો વિકેટ લેવા તરફ આગળ વધ્યા ન હતા.

ઉતાવળ બતાવી
મધ્યમ ક્રમના બેટ્સમેનો જે હતા તેમણે સ્થિર રમવાનું હતું. પરંતુ તેમણે સ્થિર રમાવાને બદલે મોટા શોટ રમ્યા અને તેમની વિકેટો ગુમાવી હતી.

આ પણ વાંચો: IPL 2024 Final: આજે ચેન્નાઈમાં KKR અને SRH વચ્ચે મેદાન-એ-જંગ

ક્વોલિફાયર-1માં હારનું દબાણ
KKR અને હૈદરાબાદ આ વખતની સિઝનમાં 3 વખત ટકરાય છે. જેમાં ત્રણેય વખત કોલકોતાની ટીમે જીત પ્રાપ્ત કરી છે. ફાઈનલમાં હૈદરાબાદની ટીમને પણ બે પરાજય પર ત્રીજી પરાજય ના થાય તેનું હતું.