January 22, 2025

યે હૈ ભારત કી બેટી, વિવિધ ક્ષેત્રમાં વગાડેલા ડંકા દુનિયામાં પડઘાયા

women’s day special: આજના સમયની નારી ધારે તે કરી શકે છે. પરંતુ એક સમય એવો પણ હતો જયારે મહિલાઓ બહુ ઓછા ક્ષેત્રમાં જોવા મળતી હતી. એવા પણ ક્ષેત્ર હતા જેમાં જેમાં મહિલાઓ તો હતી જ નહી. માત્ર પુરુષો જ જોવા મળતા હતા. પરંતુ સમાજમાં પરિવર્તન આવ્યું અને અવી મહિલાઓએ જન્મ લીધો કે તેમણે આ વ્યાખ્યાને બદલી નાંખી. ન્યુઝ કેપીટલ ડિજિટલ એવી મહિલાઓની વાતને લઈને આવ્યું છે જેમને ‘ફર્સ્ટ લેડી’નું બિરુદ જે તે ક્ષેત્રમાં મળ્યું છે.

ઈન્દિરા ગાંધી
ઈન્દિરા ગાંધી ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન છે. તેમણે રાજકારણની સાથે વૈશ્વિક મંચ પર પણ પોતાની અલગ છાપ છોડી છે. તેઓ સતત ત્રણ વખત ભારતના વડાપ્રધાન રહી ચૂક્યા છે. વર્ષ 1980 થી 1984 દરમિયાન તેઓ 4 વાર ચોથી વખત ફરીથી પીએમ પદ પર ચૂંટાયા હતા. ઈન્દિરા ગાંધીના રાજકીય શાસન દરમિયાન 971નું યુદ્ધ થયું અને પાકિસ્તાનના બે ટુકડા થઈ ગયા અને બાંગ્લાદેશ નવો દેશ બન્યો હતો.

કિરણ બેદી
ભારતની પ્રથમ મહિલા IPS કિરણ બેદી છે. તેમનું જન્મ સ્થળ પંજાબના અમૃતસરમાં છે. વર્ષ 1949માં તેમનો જન્મ થયો હતો. તેઓ દેશની પ્રથમ મહિલા IPS બનવાનું ગૌરવ મેળવનાર કિરણ બેદી તેમના કામ માટે જાણીતા છે. એક માહિતી અનુસાર કિરણ બેદીએ પાર્કિંગના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની કારને ક્રેન દ્વારા ઉપાડી લીધી હતી અને તેમને દંડ ફટકાર્યો હતો. એટલું જ નહીં તેમને દંડ પણ ફટકાર્યો હતો.

આનંદીબેન પટેલ
આનંદીબેન પટેલ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. મહત્વની વાત એ પણ છે કે તેઓ સૌથી વધુ સમય ધારાસભ્યપદે રહેનારા ગુજરાતનાં મહિલા ધારાસભ્યોમાંના એક છે. તેઓ એકમાત્ર ગુજરાતના મહિલા ધારાસભ્ય હતાં જે સતત ચાર વખતથી ચૂંટાયા હતા. હાલમાં તેઓ ભારતીય રાજકારણી, ઉત્તર પ્રદેશનાં વર્તમાન રાજ્યપાલ છે.

સાવિત્રી બાઈ ફુલે
સાવિત્રી બાઈ ફૂલે દેશની પ્રથમ મહિલા શિક્ષિકા છે. તેમનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો. તેમણે એવા સમય પર શિક્ષણ પ્રાપ્ત કર્યું કે તે સમયે મહિલાઓને શિક્ષણ મેળવવું પાપ ગણવામાં આવતું હતું, આ સાથે તે સમયમાં દલિતો માટે શિક્ષણ પાપ ગણવામાં આવતું હતું. તેમણે પોતે પણ શિક્ષણ લીધું અને સમાજમાં રહેલી દરેક મહિલાઓેને પણ શિક્ષણ મેળવવા માટે પ્રયત્ન કર્યા હતા. તેમણે છોકરીઓ માટે 18 શાળાઓ ખોલી હતી. સમાજમાં ચાલતી પ્રથાને પણ તેમને દુર કરવાનો પ્રયાસ કર્યો છે. બાળલગ્ન, સતી પ્રથા જેવી અંધશ્રદ્ધા અને રૂઢિપ્રથાઓના બંધનોને તોડવા માટે સંઘર્ષ કર્યો હતો.

મેરી કોમ
ભારતીય મહિલા બોક્સર મેરી કોમ 6 વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકી છે. ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતીને તેણે મહિલા બોક્સિંગમાં ટોચ પર પોતાનું સ્થાન સ્થાપિત કર્યું હતું. મહત્વની વાત એ છે કે તેણે બે બાળકોને જન્મ આપ્યા પછી પણ મેરી કોમે બોક્સિંગ રિંગમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ તેણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર મેડલ જીત્યા.