January 16, 2025

ઐતિહાસિક લોર્ડ્સમાં આ બંને ટીમો વચ્ચે રમાશે પ્રથમ વખત ટેસ્ટ મેચ

ENG vs IND: ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ એક મોટી જાહેરાત કરી છે. જેના કારણે ભારતીય ક્રિકેટ ચાહકોમાં ખુશી જોવા મળી રહી છે. ક્રિકેટ બોર્ડ ઓફ ઈંગ્લેન્ડે આપેલી માહિતી પ્રમાણે વર્ષ 2026માં ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ટેસ્ટ મેચ રમાશે. આ ટેસ્ટ મેચ ઐતિહાસિક લોર્ડ્સના મેદાન પર રમાશે. તમને જણાવી દઈએ કે આ પહેલી વાર એવું બનશે કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ લોર્ડ્સમાં યજમાન ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમશે.

ટેસ્ટ મેચ લોર્ડ્સમાં રમાશે
ECBએ કહ્યું કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે જુલાઈ 2025માં ત્રણ મેચની ODI શ્રેણી રમાશે. આ શ્રેણી પછી, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 2026 માં એકમાત્ર ટેસ્ટ માટે ઇંગ્લેન્ડ પરત ફરશે. ભારતીય ટીમ આવતા વર્ષે 28 જૂનથી 12 જુલાઈ સુધી પાંચ મેચની T20I શ્રેણી રમશે. આ પછી ટીમ ત્રણ મેચની વનડે શ્રેણી રમશે. ECBના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રિચર્ડ ગોલ્ડે કહ્યું કે તેઓ ખુશ છે કે ભારતીય મહિલા ટીમ 2026માં લોર્ડ્સમાં પ્રથમ મહિલા ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની મહિલાઓનો સામનો કરવા પરત ફરશે. તેમણે કહ્યું કે આ ખાસ પ્રસંગ હશે આ મેચ જોવાનો. તેણે કહ્યું કે ભારતીય ટીમ 2026માં લોર્ડ્સમાં રમાનારી એકમાત્ર ટેસ્ટ મેચ માટે પરત ફરશે. આ મેદાન પર આ બંને ટીમો વચ્ચે રમાનારી આ પ્રથમ ટેસ્ટ મેચ હશે.

આ પણ વાંચો: બજરંગ પુનિયાએ કર્યું ત્રિરંગાનું અપમાન, ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

વર્ષ 2025માં ભારતીય મહિલા ટીમના ઈંગ્લેન્ડ પ્રવાસનું શેડ્યૂલ

  • 1લી T20I: 28 જૂન 2025, ટ્રેન્ટ બ્રિજ
  • 2જી T20I: 1 જુલાઈ 2025, બ્રિસ્ટોલ
  • ત્રીજી T20I: 4 જુલાઈ 2025, ધ ઓવલ
  • 4થી T20I: 9 જુલાઈ 2025, ધ ઓલ્ડ ટ્રેફોર્ડ
  • પાંચમી T20I: 12 જુલાઈ 2025, એજબેસ્ટન
  • 1લી ODI: 16 જુલાઈ 2025, સાઉધમ્પ્ટન
  • 2જી ODI: 19 જુલાઈ 2025, લોર્ડ્સ
  • ત્રીજી ODI: 22 જુલાઈ 2025, ચેસ્ટર-લે-સ્ટ્રીટ