January 25, 2025

રાષ્ટ્રપતિની કારના ફિચર્સ જાણીને ચોંકી જશો, કોણ હતા બુલેટપ્રુફ કાર લેનારા પ્રેસિડેન્ટ

Indian President Official Car: દેશના રાષ્ટ્રપતિની કાર અત્યાધુનિક ટેક્નોલોજી અને સુવિધાઓથી સજ્જ હોય છે. આ એક બખ્તરબંધ કાર છે જે ગોળીબાર અથવા કોઈપણ પ્રકારના બોમ્બ વિસ્ફોટની અસર થતી નથી. દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદથી લઈને દ્રૌપદી મુર્મુ સુધી ભારતના રાષ્ટ્રપતિની સત્તામાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. જે તે રાષ્ટ્રપતિએ પોતાની આ કારમાં કેટલાક ફેરફાર પણ કરાવ્યા છે.18મી લોકસભાનું પ્રથમ સત્ર ચાલી રહ્યું છે અને તમામ નવા ચૂંટાયેલા સભ્યોએ શપથ લીધા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરવા સંસદ પહોંચ્યા હતા. જ્યાં રાષ્ટ્રપતિનું સંબોધન કરવામાં આવ્યું હતું. અહીં તેમણે આગામી 5 વર્ષ માટે નવી સરકારના રોડમેપની રૂપરેખા રજૂ કરી હતી.

ફાયરિંગનો સામનો કરી
આ સભાને સંબોધવા માટે, દ્રૌપદી મુર્મુ તેમની સત્તાવાર કાર મર્સિડીઝ-બેન્ઝ એસ600 પુલમેન ગાર્ડમાં આવ્યા હતા. ભારતના પંદરમા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સત્તાવાર કાર મર્સિડીઝ બેન્ઝ S600 પુલમેન ગાર્ડ ખૂબ જ ખાસ છે. આ એક વિસ્ફોટક પ્રતિરોધક વાહન છે. જે 2010-એડિશન અને VR9-સ્તરની સલામતીથી સજ્જ છે. આ બખ્તરબંધ લક્ઝરી સલૂન કાર મોટા બોમ્બ વિસ્ફોટોનો સામનો કરવાની શક્તિ ધરાવે છે. રિપોર્ટ અનુસાર, આ કાર લગભગ 2 મીટરના અંતરથી 15 કિલો TNT અને AK-47 જેવી ઓટોમેટિક રાઈફલ્સના ફાયરિંગનો સામનો કરી શકે છે. એટલું જ નહીં, આ કારના ગ્લાસ એટલા મજબૂત છે કે 7.62×51 એમએમની બુલેટ પણ તેમાં પ્રવેશી શકતી નથી.

ઘણા મોટા ફેરફારો
મર્સિડીઝ બેન્ઝ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ પ્રેસિડેન્ટની કાર ઘણી અત્યાધુનિક ટેક્નોલોજી અને સુવિધાઓથી સજ્જ છે. કહેવાય છે કે, આ કાર ટાયર ફાટ્યા પછી પણ કેટલાય કિલોમીટર દોડી શકે છે. આ સિવાય તેમાં સેલ્ફ-સીલિંગ ફ્યુઅલ ટાંકી અને અગ્નિશામક સિસ્ટમ પણ આપવામાં આવી છે. કારની બોડી મજબૂત સ્ટીલની બનેલી છે, જે અભેદ્ય કિલ્લાથી ઓછી નથી. ભારતના રાષ્ટ્રપતિની ઓફિશિયલ કાર પર નંબર પ્લેટની ઉપર ભારતનું રાષ્ટ્રીય પ્રતીક એટલે કે ‘અશોક સ્તંભ’ હોય છે. આ સૂચવે છે કે આ દેશના રાષ્ટ્રપતિની સત્તાવાર કાર છે. દ્રૌપદી મુર્મુ પહેલા દેશના ચૌદમા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ આ જ કારમાં મુસાફરી કરતા હતા. દેશ પ્રજાસત્તાક બન્યો અને પ્રથમ રાષ્ટ્રપતિ ચૂંટાયા પછી, ભારતીય રાષ્ટ્રપતિની સત્તાવાર કારમાં છેલ્લા 74 વર્ષમાં ઘણા મોટા ફેરફારો જોવા મળ્યા છે.

આ પણ વાંચો: મોટો નિર્ણય, ભારતમાં હવે નહીં વેચાય હ્યુડાઈ કંપનીની આ મસ્ત ફીચર્ડ કાર

હિન્દુસ્તાન એમ્બેસેડરનો ઉપયોગ
જુલાઈ 2007 માં, જ્યારે પ્રતિભા દેવી સિંહ પાટીલે દેશના 12મા રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યો, ત્યારે રાષ્ટ્રપતિની સત્તાવાર કાર છેલ્લે અપગ્રેડ કરવામાં આવી હતી. તે પહેલા, મર્સિડીઝ-બેન્ઝ એસ-ક્લાસ W 140 રાષ્ટ્રપતિની સત્તાવાર કાર હતી. પ્રતિભા પાટીલના કાર્યકાળ દરમિયાન, એસ-ક્લાસ S600 પુલમેન લિમોઝિનનો ઉપયોગ રાષ્ટ્રપતિના સત્તાવાર વાહન તરીકે થવા લાગ્યો. નેક્સ્ટ જનરેશનની આ કારમાં ઘણી અત્યાધુનિક સુવિધાઓ સામેલ કરવામાં આવી હતી. એ.પી.જે. અબ્દુલ કલામે 2002 થી 2007 સુધી દેશના 11મા રાષ્ટ્રપતિ તરીકે પદ સંભાળ્યું હતું. તેઓ દેશના સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિઓમાંના એક રહ્યા છે. તેમના સમય દરમિયાન જ મર્સિડીઝ-બેન્ઝ એસ-ક્લાસ ડબલ્યુ 140 ને સત્તાવાર રાષ્ટ્રપતિ કાર તરીકે સામેલ કરવામાં આવી હતી. જો કે, તેમના કાર્યકાળના અંતમાં એટલે કે 2007માં, અબ્દુલ કલામે હિન્દુસ્તાન એમ્બેસેડરનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું.

કારનો ઉપયોગ શરૂ કર્યો
આપણે સૌ જાણીએ છીએ કે ડૉ.રાજેન્દ્ર પ્રસાદ દેશના પહેલા રાષ્ટ્રપતિ હતા. પરંતુ દેશના નવમા રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાલ શર્મા (કાર્યકાળ 1992-1997) એવા પહેલા રાષ્ટ્રપતિ હતા જેમણે બુલેટ અને ગ્રેનેડ પ્રૂફ લિમોઝીન કારનો ઉપયોગ શરૂ કર્યો હતો. તે સમયે, મર્સિડીઝ-બેન્ઝ W124 તેમની સત્તાવાર કાર હતી, તે એક આર્મર્ડ કાર હતી જે સંપૂર્ણપણે બુલેટ અને ગ્રેનેડ પ્રૂફ હતી. બાદમાં, આ કારનો ઉપયોગ દેશના દસમા રાષ્ટ્રપતિ આર. નારાયણન (કાર્યકાળ: 1997-2002) દ્વારા કરવામાં આવ્યો હતો.