રાજ્યમાં પ્રથમ Global Capability Centreનું ઉદ્ઘાટન, ગિફ્ટ સિટી ખાતે CMએ કરાવ્યો શુભારંભ

ગાંધીનગર: રાજ્યમાં પ્રથમ Global Capability Centreનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સેમિકન્ડક્ટર ક્ષેત્રની કંપની Infineon Technologiesના ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનો ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે CM ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કરાવ્યો હતો.

સેન્ટર સેમિકન્ડક્ટર ચિપ ડિઝાઈન, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, સપ્લાય ચેઈન મેનેજમેન્ટ, સિસ્ટમ્સ અને એપ્લિકેશન એન્જિનિયરીંગ જેવા ક્ષેત્રોમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ પર ફોકસ કરશે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે વર્લ્ડ-ક્લાસ સોલ્યુશન્સ તૈયાર કરવામાં અને ટેક્નોલોજીને વેગ આપવામાં સેન્ટરની મહત્ત્વની ભૂમિકા રહેશે. રાજ્ય સરકારે હજી ગયા મહિને જ Global Capability Centre Policy જાહેર કરી હતી.