January 5, 2025

નવરાત્રિના પ્રથમ નોરતે પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ બહુચરાજી મંદિરે ઘટસ્થાપન કરાયું

Navratri 2024: શારદીય નવરાત્રિ એટલે માત્ર ઉલ્લાસનો જ નહીં પરતું મા શક્તિની ઉપાસનાનું પર્વ છે. ત્યારે ગુજરાતમાં ત્રણ શક્તિપીઠોમાનું એક પવિત્ર શક્તિપીઠ એટલે મા બહુચરાજી, મા અંબાનું જ એક સ્વરૂપ છે. મા શક્તિની ભક્તિ અને આરાધનાનાં પર્વ નવલી નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ બહુચરાજી મંદિરે આજે ઘટસ્થાપન કરવામાં આવ્યું છે. પૌરાણિક કાળથી ચાલી આવતી પરંપરા વર્ષોની પરંપરા મુજબ મા બહુચરના નિજ મંદિરે બ્રાહ્મણોના મુખેથી વેદોક્ત મંત્રોચ્ચાર સાથે મા ભગવતી મા બહુચર મંદિરે શાસ્ત્રોકત વિધિ સાથે ઘટસ્થાપન કરવામાં આવ્યું છે.

નવરાત્રિના પ્રથમ દિવસે જ રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં માઇભક્તો વહેલી સવારથી મા બહુચરના ચરણે શીશ ઝુકાવી માતાજીની કૃપા અને આશીર્વાદ મેળવ્યા હતા. બહુચરાજી મંદિરે નવરાત્રિના નવ દિવસ સુધી માઇભક્તોનો મેળાવડો જામશે અને મા બહુચરના ચરણે શીશ ઝુકાવી લાખ્ખો માઇભક્ત શ્રદ્ધાળુઓ આશીર્વાદ મેળવશે.

બહુચરાજી મંદિરે ઘટસ્થાપન કરવામાં આવ્યું

  • મહેસાણા જિલ્ ના પ્રસિદ્ધ શક્તિપીઠે નવરાત્રિ નિમિત્તે ઘટસ્થાપન.
  • પૌરાણિક કાળથી ચાલી આવે છે ઘટસ્થાપનની વિધિ.
  • નવરાત્રિના નવ દિવસ મા બહુચરની ભક્તિ, શક્તિ, આરાધના ઉપાસના કરવામાં આવશે.
  • નવરાત્રિના પ્રથમ દિવસે જ શ્રદ્ધાળુઓની દર્શન માટે ભીડ જામી.

મંદિરનો ઈતિહાસ
બેચરાજી અથવા બહુચરાજી તરીકે ઓડખવામાં આવતું પવિત્ર યાત્રાધામ ગુજરાતમાં મહેસાણા જીલ્લા ખાતે આવેલું છે. બહુચરાજી માતાને બાલાત્રિપુરા સુંદરી તરીકે પણ ઓડખવામાં આવે છે. મંદિરના ઇતિહાસની વાત કરીએ તો બહુચરમાતાનું મંદિર બેચરાજી શહેરમાં આવેલું છે, આ મંદિર અને કિલ્લાનું નિર્માણ માનજીરાવ ગાયકવાડ દ્વારા સવંત 1783 અથવા 1839માં કરવામાં આવ્યું હતં.