નડિયાદ મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ બજેટ, રૂ. 60 કરોડની પુરાંત સાથે 896 કરોડનું વિકાસલક્ષી બજેટ

નડિયાદ મહાનગરપાલિકા બજેટ: નડિયાદ મહાનગરપાલિકા બન્યા બાદ આજે પ્રથમ બજેટ રજૂ કરાયું હતું. રૂ. 60 કરોડની પુરાંત સાથે રૂપિયા 896 કરોડનું વિકાસલક્ષી બજેટ રજૂ કરાયું હતું. નડિયાદ મહાનગરપાલિકા બની પરંતુ આગામી 1 વર્ષ સુધી ટેક્સમાં કોઈપણ પ્રકારનો વધારો નહીં થાય. આ સાથે આગામી 5 વર્ષ માટેના નડિયાદ મહાનગરપાલિકાના વિકાસના કામોની ઝાંખી રજૂ કરવામાં આવી હતી.
બજેટમાં નાગરિક સુવિધાના કામો, પર્યાવરણ જાગૃતિના કામો ઉપરાંત પ્રાથમિક જરૂરિયાતોના કામોને પ્રાધાન્ય અપાયું છે. બજેટમાં સરદાર પટેલ સત્યાગ્રહ મ્યુઝિયમ અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું સાક્ષર મેમોરિયલની સ્થાપના કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. નડિયાદમાંથી પસાર થતાં 9 કિલોમીટરના દાંડી માર્ગને આઇકોનિક માર્ગ બનાવવાનું આયોજન છે. નડિયાદ શહેરમાં નવું સિટીમાં સ્ટેન્ડ ઉપરાંત અનેકવિધ કામોનો બજેટમાં સમાવેશ કરાયાં છે.